શૂટિંગ દરમિયાન અક્ષયકુમાર જખ્મી થયો

મુંબઈઃ બોલીવુડમાં અક્ષયકુમાર એવો અભિનેતા છે જે પોતાની ફિલ્મોમાં એક્શન સીન્સ ભજવતી વખતે પોતાના બોડી ડબલ્સ કે ડુપ્લિકેટનો બહુ ઓછો ઉપયોગ કરે છે. પરંતુ, સ્કોટલેન્ડમાં આગામી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના શૂટિંગ વખતે એ જખ્મી થયાનો અહેવાલ છે. આ ફિલ્મમાં એની સાથે ટાઈગર શ્રોફ પણ છે.

એક એક્શન દ્રશ્યનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એ વખતે અક્ષયને ઈજા થઈ હતી. જોકે તે ગંભીર નથી એવું જાણવા મળ્યું છે. એના ઘૂંટણ પર બ્રેસીસ લગાડવામાં આવ્યા છે. હાલ તે એક્શન દ્રશ્યનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે અને અક્ષય એકદમ સાજો થઈ જશે પછી એ પૂરું કરવામાં આવશે.