‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ 13-ઓગસ્ટે ડિજિટલી-રિલીઝ થશે

મુંબઈઃ અજય દેવગન અભિનીત એક્શન ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે, આવતી 13 ઓગસ્ટે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું મોશન પોસ્ટર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર 12 જુલાઈએ રિલીઝ કરાશે. ફિલ્મની વાર્તા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્વની અને ભારતીય હવાઈ દળના જવાન સ્ક્વોડ્રન લીડર વિજય કર્ણિકના જીવન પર આધારિત છે. યુદ્ધ વખતે કર્ણિક ભુજ એરપોર્ટના ઈનચાર્જ હતા. એમણે સાથી જવાનોની મદદથી ભુજ તાલુકાના માધાપર ગામની 300 મહિલાઓની મદદથી ભારતીય હવાઈ દળનું મથક બાંધ્યું હતું. અજય દેવગને કર્ણિકની ભૂમિકા કરી છે.

ફિલ્મ ‘ડિઝની પ્લસ હોટસ્ટાર’ પર રિલીઝ કરાશે. રિલીઝ તારીખની જાહેરાત અજય દેવગને ટ્વીટ દ્વારા કરી છે. અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, એમી (એમનિન્દરપાલસિંહ) વિર્ક, નોરા ફતેહી, શરદ કેળકર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મની પટકથા દુધૈયા ઉપરાંત રમન કુમાર, રીતેષ શાહ અને પૂજા ભવોરિયાએ લખી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]