આવી રસપ્રદ અને દિલચસ્પ રહી ‘અય્યારી’ની તૈયારી…

મુંબઈ – બોલીવૂડના રાષ્ટ્રીય એવોર્ડવિજેતા દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીનરાઈટર નીરજ પાંડે કાયમ દર્શકો સમક્ષ કંઈક નવીનતા દર્શાવતી ફિલ્મો રજૂ કરતા આવ્યા છે. આ વખતે એમણે બનાવી છે ‘અય્યારી’. મનોજ બાજપાઈ અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ચમકાવતી ‘અય્યારી’ બનાવવામાં નીરજ પાંડેએ કેવી મહેનત કરી એની ઝલક પાંડેએ એમના ટ્વિટર હેન્ડલ @neerajpofficial પર પોસ્ટ કરેલી આ વિડિયો ક્લિપમાં જોઈ શકાય છે.

httpss://twitter.com/neerajpofficial/status/931839809085165568

નીરજ પાંડે અને શીતલ ભાટિયા નિર્મિત ‘અય્યારી’ બે લશ્કરી અધિકારીના જીવનની સત્યકથા પર આધારિત છે. એમાંનો એક છે ગુરુ અને બીજો છે એનો શિષ્ય. ફિલ્મમાં અન્ય કલાકારો છે – રકુલ પ્રીત સિંહ, નસીરુદ્દીન શાહ, પૂજા ચોપરા અને અનુપમ ખેર.

ટૂંક સમયમાં જ આવી રહ્યું છે ‘અય્યારી’નું ટ્રેલર.

‘વેનસડે’, ‘સ્પેશિયલ છબ્બીસ’, ‘બેબી’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ જેવી ખૂબ વખણાયેલી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા અને ‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’, ‘નામ શબાના’, ‘રુસ્તમ’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલા નીરજ પાંડે એમના દિગ્દર્શનમાં પરફેક્શન માટે જાણીતા છે. એમની ‘અય્યારી’ આવી રહી છે આવતા વર્ષે ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસે.