શું તમે જાણો છો? આ છે, ‘તુમ્હારી સુલુ’ના ગીતોનાં નિર્માણની રસપ્રદ વાતો…

શું તમે જાણો છો?

વિદ્યા બાલન અભિનીત અને બહુપ્રતિક્ષિત ‘તુમ્હારી સુલુ’ ફિલ્મનું ‘હવા હવાઈ 2.0’ ગીત શ્રીદેવી અભિનીત ‘મિસ્ટર ઈન્ડિયા’ (1989) ફિલ્મના ફેમસ ‘હવા હવાઈ’ ગીતનું નવસર્જન છે. નવા ગીતમાં ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિનાં મૂળ ગીતમાંના સ્વરને યથાવત્ રાખવામાં આવ્યો છે અને તનિશ્ક બાગ્ચીએ આ ગીતમાં પોતાનો ટચ ઉમેરો કર્યો છે… જુઓ અને આનંદ માણો આ ગીતનો…

httpss://www.youtube.com/watch?v=LGPNcGmi0j0

ગાયક ગુરુ રંધવાએ ‘તુમ્હારી સુલુ’ #TumhariSulu માટે ‘બન જા તુ મેરી રાની’ ગીત રીક્રીએટ કર્યું છે. રંધવાના પ્રશંસક અભિનેતા અર્જૂન કપૂરે આ ગીત પહેલા પોતાની ફિલ્મ ‘મુબારકાં’ માટે સૂચવ્યું હતું. કમનસીબે એ ફિલ્મની વાર્તામાં આ ગીત બંધબેસતું થયું નહોતું, પરંતુ ‘તુમ્હારી સુલુ’માં એ ફિટ થઈ ગયું… આ પ્રકારનું રહ્યું એ ગીતનું નિર્માણ…

httpss://www.youtube.com/watch?v=0W6BXDPVhH4

‘તુમ્હારી સુલુ’ રિલીઝ થાય છે ૧૭ નવેમ્બરના શુક્રવારે… ફિલ્મ જોવાનું ચૂકશો નહીં. મજા પડી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]