આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 37 દેશોની 200 ફિલ્મો બતાવાશે

શ્રીનગરઃ બોલીવૂડના દિવંગત અને મશહૂર દેવ આનંદને તેમની 100મી જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ માટે ટાગોર હોલમાં બે દિવસીય ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ શ્રીનગર (TIFFS) શરૂ થયો હતો. આ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 37 દેશોની 200થી વધુ ફિલ્મો દર્શાવવામાં આવશે. એના માટે ફીચર ફિલ્મો, લઘુ ફિલ્મો અને ડોક્યુમેન્ટરીઝ સહિત 17 ઉત્કૃષ્ટ ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે.

શ્રીનગરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એઝાઝ અસદને ટાગોર હોલમાં શ્રીનગર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું હતું. TIFFSના સાંસ્કૃતિક સંગઠન વોમેઘના સહયોગથી ફિલ્મ મહોત્સ્વનું આયોજન કરવામાં આવ્યું હતું અને 25 અને 26 ઓક્ટોબરે આ ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં એક જીવંત ફિલ્મ માટે મેનેજમેન્ટ કરવા માટે પ્રદેશ સરકાર દ્વારા ફિલ્મ નીતિના મહત્ત્વને તેમણે સમજાવ્યું હતું. ફિમના દર્શકો કાશ્મીરની ખીણને સુંદર અને સાંસ્કૃતિક રૂપથી સમૃદ્ધ સ્થળોથી પરિચિત કરાવીને પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મો વ્યક્તિની અસાધારણ શક્તિને ઉજાગર કરે છે, જે એને કેરિયર બનાવવામાં મદદ કરે છે, એમ તેમણે કહ્યું હતું,

કાશ્મીરની સાથે બોલીવૂડના સંબંધોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે બોલીવૂડ, કાશ્મીર અને સિનેમાનો મજબૂત સંબંધો છે અને એને અલગ કરી શકાય એમ નથી. કાશ્મીર બોલીવૂડ માટે પ્રોડક્શન હાઉસ બનેલું છે અને ખીણના લોકો મોટા પાયે ફિલ્મોથી જોડાયેલા છે. આ ઉલ્મ મહોત્સવમાં દેવ આનંદને એક ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.