શરદ પવારે ઇન્ડિયા એલાયન્સના ખાતમાનું કર્યું એલાન?

મુંબઈઃ NCP (SP)ના સુપ્રીમો શરદ પવારે સંકેત આપ્યા હતા કે તેમનો પક્ષ ઉદ્ધવ ઠાકરેની જેમ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી એકલા હાથે લડશે. તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા બ્લોકની રચના માત્ર રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી માટે જ કરવામાં આવ્યું હતું  અને ઇન્ડિયા ગઠબંધનની રચના સ્થાનિક અથવા રાજ્ય કક્ષાની ચૂંટણી માટે કરવામાં આવી ન હતી. બીજી તરફ તેમણે પણ અરવિંદ કેજરીવાલને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ઇન્ડિયા ગઠબંધનના બે મોટા પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મેદાનમાં છે. વિધાનસભાની ચૂંટણી માટે બંને વચ્ચે રાજકીય ટકરાવ વધી ગયો છે.

શરદ પવારના કેજરીવાલને સમર્થન કરતાં નિવેદનથી દિલ્હીની ચૂંટણી માટે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે. TMC, RJD અને SP જેવા પક્ષોએ દિલ્હી ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત પહેલાં જ કરી દીધી હતી અને હવે આ યાદીમાં શરદ પવારનું નામ પણ સામેલ થયું છે.

શરદ પવારે કહ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મારી લાગણી છે કે આપણે અરવિંદ કેજરીવાલની મદદ કરવી જોઈએ. ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા છતાં કોંગ્રેસ પાર્ટી દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનો ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

ઇન્ડિયા ગઠબંધન પર એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં રાજ્ય અને સ્થાનિક ચૂંટણીઓ અંગે ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. ઇન્ડિયા ગઠબંધન માત્ર રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી માટે છે. મહારાષ્ટ્રમાં આગામી નગર નિગમની ચૂંટણીમાં બધા 8-10 દિવસમાં મળીને નક્કી કરશે કે અમે સાથે મળીને લડીશું કે એકલા લડીશું.