રોઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોમવારે આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સંજય સિંહની ન્યાયિક કસ્ટડી લંબાવી હતી. સિંહની કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. EDએ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે કે ચાર્જશીટને સીલબંધ કવરમાં રાખવામાં આવે જેથી કરીને સાક્ષીઓની ઓળખ છતી ન થાય. કેન્દ્રીય તપાસ એજન્સીએ સાક્ષીઓની ઓળખની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેમના સ્થાને તેમના ઉપનામનો ઉપયોગ કરવાની પરવાનગી માંગી છે.
VIDEO | AAP leader Sanjay Singh produced at Rouse Avenue Court in Delhi for hearing in excise policy case. pic.twitter.com/mqfcWWUU5B
— Press Trust of India (@PTI_News) December 4, 2023
સંજય સિંહે શું આરોપ લગાવ્યો?
સંજય સિંહે આરોપ લગાવ્યો કે ED ચાર્જશીટ સાથે જોડાયેલી માહિતી મીડિયાને લીક કરી રહી છે. આ ચાર્જશીટ મીડિયામાં દાખલ થઈ ચૂકી છે. કોર્ટમાં અરજી કરતા પહેલા તમામ માહિતી મીડિયામાં આવી ગઈ છે. તેમના વકીલે કહ્યું કે તમામ માહિતી મીડિયામાં છે. આ 60 પાનાની ચાર્જશીટ છે. તેના જવાબમાં કોર્ટે અખબારમાં છપાયેલા સમાચારને જોતા કહ્યું કે ચાર્જશીટ સંબંધિત સામાન્ય તથ્યો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ચાર્જશીટમાં ઉલ્લેખિત કોઈ ચોક્કસ માહિતી મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી નથી.
શું છે આરોપ?
EDએ AAP નેતા સંજય સિંહની ઓક્ટોબરમાં આ કેસના સંબંધમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કેટલાક કલાકોના દરોડા પછી ધરપકડ કરી હતી. આ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ જેલમાં છે. તપાસ એજન્સીનો આરોપ છે કે ઉદ્યોગપતિ દિનેશ અરોરાએ સિંઘના ઘરે બે હપ્તામાં 2 કરોડ રૂપિયા રોકડા પહોંચાડ્યા હતા. આ આરોપને ફગાવીને AAP કહી રહી છે કે ભાજપ અને કેન્દ્ર સરકાર રાજકીય ષડયંત્રના ભાગરૂપે આ બધું કરી રહી છે. તેના પર ભાજપે વળતો જવાબ આપતા કહ્યું કે તપાસ એજન્સી પુરાવાના આધારે પોતાનું કામ કરી રહી છે.