POKમાં આતંકવાદી પ્રવૃત્તિ બંધ કરવા પાકિસ્તાનને સંરક્ષણપ્રધાનની ચેતવણી

શ્રીનગરઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે POK વિના જમ્મુ-કાશ્મીર અધૂરું છે.નવમાં સશસ્ત્ર દળ વયોવૃદ્ધ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે POKમાં આતંકવાદી તાલીમ શિબિર ચલાવવામાં આવી રહી છે. તેમણે  આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે PoKની જમીનનો ઉપયોગ આતંકવાદના ખતરનાક ધંધા માટે થઈ રહ્યો છે. આજે હું ખુલ્લેઆમ કહેવા માગું છું કે ત્યાં આતંકવાદીઓ માટે તાલીમ શિબિરો ચલાવવામાં આવી રહી છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ મંગળવારે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે અખનૂર સેક્ટરમાં ટાંડા આર્ટિલરી બ્રિગેડ ખાતે 9મી સશસ્ત્ર દળોના વેટરન્સ ડે રેલીને સંબોધિત કરી. એ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીર અને દિલ્હીના લોકો વચ્ચેનું અંતર ઘટાડવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશના CM ઓમર અબદુલ્લાના પ્રયાસોની પ્રશંસા કરી. ભાજપ સરકાર દિલ્હી અને જમ્મુ-કાશ્મીર સાથે સમાન વર્તન કરે છે. અગાઉની સરકારોએ કાશ્મીર સાથે ભેદભાદપૂર્ણ વર્તન કર્યું હતું. આનું પરિણામ એ આવ્યું કે આ પ્રદેશના આપણા ભાઈ-બહેનો દિલ્હી સાથે એ રીતે જોડાઈ શક્યા નહીં જે રીતે તેમને જોડવું જોઈએ. હું ભૂતકાળમાં જવા માગતો નથી, કારણ કે અમારી સરકારની સૌથી મોટી સિદ્ધિ એ છે કે અમે કાશ્મીરના હૃદય અને દેશના અન્ય ભાગો વચ્ચેનું અંતર ઘટાડવાનું કામ કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

હું CM ઓમર અબદુલ્લાને અભિનંદન આપું છું કે તેમણે હજુ પણ અસ્તિત્વમાં રહેલા નાના અંતરને દૂર કરવા માટે યોગ્ય પગલું ભર્યું છે. આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાની નેતા અનવરુલ હક દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર POK વિના અધૂરું છે.