ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી અધિકારીઓ અને ઠગાઈના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં અમદાવાદમાં એક વધુ ચિંતાજનક ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ઓળખ આપીને ત્રણ શખ્સોએ એક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા.
અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી 50 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઇ છે. મિહિર પરીખ નામના વેપારીને ક્રાઇમ બ્રાન્ચમાં ફોરેન કરન્સીનો કેસ થયો છે તેમ જણાવી ડરાવીને પૈસા પડાવ્યા હતા.ત્રણ શખ્સોએ પોલીસ તરીકેની ઓળખ આપીને બળજબરીપૂર્વક વેપારી પાસેથી 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
વેપારી મિહિર પરીખને પોલીસ તરીકેની ઓળખ આપીને 10થી 15 વર્ષ જેલમાં રહેવું પડશે તેવું કહીને ત્રણ શખ્સોએ કેસના પતાવટની વાત કરી હતી.આકાશ પટેલ સહિતના ત્રણ લોકો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ગુનાની ઘટના એવા સમયમાં આવી રહી છે. જ્યારે રાજ્યમાં નકલી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ અધિકારીઓના નામે ઠગાઈના કિસ્સાઓ વધી રહ્યા છે, જેની સામે સજાગ રહેવું જરૂરી છે.