ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હાલ તમામ પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. ગુજરાત હાલ ચૂંટણીના રંગમાં રંગાઈ ગયું છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અશોક ગેહલોત સહિતના દિગ્ગજોના નામ સામેલ કરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ પણ ગુજરાતના મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાત ચૂંટણીમાં હવે કોંગ્રેસના દિગ્ગજો સભા ગજવશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઘમાસાન ચાલી રહ્યું છે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. ઉમેદવારોની જાહેરાત બાદ હવે તમામ ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. જો કે પહેલાની ચૂંટણીઓ કરતા આ ચૂંટણીમાં કાર્યકર્તાઓની સંખ્યા અને લોકોનો ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. આચારસંહિતાના કારણે કલેકટર કચેરીની બહાર ટોળા ઓછા જોવા મળે છે. એમ છતાં કેટલાક ઉમેદવારો પોતાની તરફ ધ્યાન આકર્ષિત થાય એવા કાર્યક્રમો કરવાનું ચૂકતા નથી. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂટણી બે તબક્કામાં યોજાશે. જે અંતર્ગત 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.