પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીપ્રચારમાં આજે PM મોદી મુઝફ્ફરપુર પહોંચ્યા અને જનસભાને સંબોધી હતી. તેમણે ફરી એક વાર લોકોને NDA સરકાર બનાવવા અપીલ કરતાં કહ્યું હતું કે NDA એટલે સુશાસન, NDA એટલે જનસેવા અને NDA એટલે વિકાસની ખાતરી.. છઠ્ઠ પર્વને લઈને PM મોદીએ કોંગ્રેસ,RJDને આડે હાથ લેતાં કહ્યું હતું કે છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે હું બિહારનો બહુ મોટો ઋણી છું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કે અમે છઠ્ઠ પર્વને UNESCOની હેરિટેજ સૂચીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
કોંગ્રેસ,RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું
વિપક્ષી મહાગઠબંધન પર પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ, RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યું છે, તેઓ છઠ્ઠને ડ્રામા કહે છે. છઠ્ઠી મૈયાનું અપમાન હવે બિહાર સહન નહીં કરે. કોંગ્રેસ, RJDના લોકો નિર્લજ્જતાથી બોલી રહ્યા છે. સદીઓ સુધી બિહારી લોકો આ અપમાન ભૂલશે નહીં. કોંગ્રેસ, RJD ક્યારેય બિહારને વિકાસશીલ બનાવી શકતા નથી. મને બિહારની જનતાનો સાથ જોઈએ છે. જંગલરાજની પાંચ ઓળખ છે — કટ્ટા, ક્રૂરતા, કટુતા, કુશાસન અને કરપ્શન.
બિહારના મારા ભાઈ–બહેનો, બિહારના મારા માલિકો… હું તમારો બહુ મોટો ઋણી છું. અહીં એટલા બધા યુવાનો આવ્યા છે, હું બહુ મોટી સંખ્યામાં માતા–બહેનોનાં દર્શન કરી રહ્યો છું. આ વિશાળ જનસાગર કહી રહ્યો છે, ફરી એક વાર NDA સરકાર, બિહારમાં ફરી સુશાસન સરકાર.
बिहार की जनता-जनार्दन ने हर चुनाव में एनडीए को भरपूर आशीर्वाद दिया है। इस बार भी मुजफ्फरपुर समेत पूरे प्रदेश में भाजपा-एनडीए के पक्ष में जबरदस्त लहर है। https://t.co/MN0HYETLOH
— Narendra Modi (@narendramodi) October 30, 2025
બિહારમાં છઠ્ઠના મહાપર્વ બાદ આ મારી પ્રથમ જનસભા છે. છઠ્ઠ મહાપર્વ બિહાર અને દેશનું ગૌરવ છે. દેશ–વિદેશમાં છઠ્ઠ મહાપર્વ ઊજવાય છે. જ્યારે અમે છઠ્ઠનાં ગીતો સાંભળીએ છીએ ત્યારે ભાવવિભોર થઈ જઈએ છીએ. છઠ્ઠી મૈયાની પૂજામાં માતાની ભક્તિ છે, સમતા છે, મમતા છે અને સામાજિક સમરસતા છે. તમારો આ બેટો દુનિયામાં છઠ્ઠી મૈયાની જય–જયકાર કરાવવામાં લાગેલો છે.
બિહારનું ગૌરવ વધારવું, બિહારની મીઠી બોલીને દુનિયામાં પહોંચાડવી, બિહારની સંસ્કૃતિને વિશ્વના ખૂણેખૂણે લઇ જવી અને બિહારનો વિકાસ— એ NDA અને ભાજપાની સૌથી મોટી પ્રાથમિકતા છે.


