મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આજે યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિ પૂર્ણ વાતાવરણ માં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે પણ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીના વહીવટી તંત્રનો આભાર દર્શાવ્યો છે.
ગુજરાતમાં આજે યોજાએલ લોકસભા ચૂંટણી મતદાનમાં ઉત્સાહપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મોટાપાયે મતદાન કરવા માટે રાજ્યના સૌ મતદાર નાગરિકોનો હૃદયથી આભાર.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે હાથ ધરાયેલા સુદ્રઢ આયોજન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્યના…
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 7, 2024
તેમણે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા રાજ્ય સરકારના સંબંધિત વિભાગો, પોલીસ તંત્ર, કેન્દ્રીય અર્ધ લશ્કરી દળો સહિતના ફરજ પરના સૌ અધિકારીઓ કર્મચારીઓની ફરજ નિષ્ઠાની પણ પ્રસંશા કરી છે. મુખ્યમંત્રીએ લોકશાહીના આ ચુનાવ મહાપર્વને ઉમંગ પર્વ તરીકે મનાવવા બદલ સમગ્ર રાજ્યની જનતા જનાર્દનને અભિનંદન પાઠવ્યા છે.