દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે તેમને જામીન આપ્યા હતા. સીએમ કેજરીવાલને આ મોટી રાહત મળી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ગુરુવારે દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મોટી રાહત મળી છે. તેને એક લાખ રૂપિયાની જામીન રકમ પર આ રાહત મળી છે. EDએ જામીનનો વિરોધ કરવા માટે 48 કલાકનો સમય માંગ્યો છે. કોર્ટે કહ્યું કે આવતીકાલે ડ્યુટી જજ સમક્ષ આ દલીલો થઈ શકે છે. રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે કેજરીવાલ આવતીકાલે શુક્રવારે 1 લાખ રૂપિયાના બોન્ડ પર તિહાર જેલમાંથી બહાર આવી શકે છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. ED દ્વારા તેને આરોપી બનાવવામાં આવ્યો હતો અને દારૂ કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા દિલ્હીના સીએમને મે મહિનામાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે જેલમાંથી બહાર આવવાની પરવાનગી આપવામાં આવી હતી અને ત્યાર બાદ ચૂંટણી પૂરી થતા જ તેમને તિહાર જેલમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે તેને નિયમિત જામીન મળી ગયા છે. આ નિર્ણયને લઈને આમ આદમી પાર્ટીમાં પણ ખુશીનો માહોલ છે.