નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારની અડધી રાત્રે વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. ચમોલી જિલ્લાના થરાલી વિસ્તાર સહિત આસપાસનાં ગામોમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે ઘરો અને બજારોમાં કાટમાળ ભરાયો છે, જેને કારણે હાહાકાર મચી ગયો છે. નગર પંચાયત થરાલીના કોટડીપમાં દુકાનો અને મકાનોને ભારે નુકસાન થયું છે અને કારો કાટમાળમાં દટાઈ છે. તાલુકા મુખ્યાલયના અધિકારીના મકાનની અંદર સુધી કાટમાળ ઘૂસી ગયો હતો. અનેક બાઈક અને અન્ય વાહનો પણ કાટમાળની ચપેટમાં આવી ગયા છે. આઘટનાથી જ લોકો દહેશતમાં છે અને ભારે વરસાદ વચ્ચે ઘરોમાંથી ભાગીને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા છે.
અહીંના સાગવાડા ગામમાં એક યુવતી કાટમાળમાં દટાઈ જવાથી તેનું મોત થયું છે, જેને કારણે વિસ્તારમાં હાહાકાર મચી ગયો. પોલીસ અને પ્રશાસનની ટીમો રાહત અને બચાવ કાર્યોમાં લાગી ગઈ છે. ચેપડા બજારમાં કેટલીક દુકાનોને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત એક વ્યક્તિ ગુમ થયાની ખબર છે, જેને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે.
जनपद चमोली के थराली क्षेत्र में देर रात बादल फटने की दुःखद सूचना प्राप्त हुई। जिला प्रशासन, एसडीआरएफ, पुलिस मौके पर पहुंचकर राहत और बचाव कार्यों में जुटे हुए हैं।
इस सम्बन्ध में निरंतर स्थानीय प्रशासन के संपर्क में हूँ और स्वयं स्थिति की गहन निगरानी कर रहा हूं। ईश्वर से सभी के…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 23, 2025
4.થરાળી-ગ્વાલદમ માર્ગ પરના મિંગ્ગદેરા નજીક કાટમાળ અને ભારે વરસાદને કારણે આ માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે. થરાળી-સાગવાડા માર્ગ વરસાદને કારણે બંધ થયો છે, ગૌચરથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની ટીમ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગઈ છે.
જિલ્લા પ્રશાસને થરાલી તાલુકાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોને શનિવારે બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જિલ્લા અધિકારી ડો. સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે પોલીસ અને પ્રશાસનની ટીમો સ્થળ પર રાહત અને બચાવ કાર્યોમાં લાગી ગઈ છે.
