ગુજરાત સરકારની કેવડિયા ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે. જેમાં આજે સમાપન પૂર્વે સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યનો પ્રથમ ‘ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ’ જાહેર કરશે. DGGIના ટોપ થ્રી રેન્કમાં નવસારી, રાજકોટ અને અમદાવાદનો સમાવેશ છે. ડિસ્ટ્રિક્ટ ગૂડ ગવર્નન્સ ઇન્ડેક્સ (DGGI)ના ટોપ રેન્કમાં નવસારી પ્રથમ, રાજકોટ દ્વિતિય અને અમદાવાદ ત્રીજા ક્રમે છે. કૃષિ અને સંલગ્ન સેવામાં અનુક્રમે પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, વાણિજ્ય અને ઉદ્યોગ ક્ષેત્રે પંચમહાલ, ભરૂચ, વડોદરા, માનવસંસાધન વિકાસ ક્ષેત્રે બોટાદ, પંચમહાલ અને ભાવનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ જાહેર આરોગ્યમાં અમદાવાદ પ્રથમ, દાહોદ બીજા મહિસાગર ત્રીજા ક્રમે છે.
એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત રાજ્ય સરકારની 10 મી ચિંતન શિબિરનું આજે સમાપન થયું. મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં રાજ્યના વિકાસ અને જનસેવા માટે આ ત્રિદિવસીય શિબિરમાં થયેલ ચિંતન આવનારા દિવસોમાં ગુડ ગવર્નન્સને નવી ઊંચાઈએ લઈ જવામાં ખૂબ ફળદાયી બની રહેશે. pic.twitter.com/8LfcmdFc8v
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 21, 2023
જાહેર સલામતીમાં મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરનો સમાવેશ
જાહેર સલામતીમાં મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરનો સમાવેશ થયો છે. જ્યારે જાહેર માળખુ અને સુવિધા ક્ષેત્રે સુરત, અમદાવાદ અને વલસાડ આગળ છે. તેમજ સામાજિક કલ્યાણ અને વિકાસમાં ભરૂચ, અમદાવાદ, નવસારી અગ્રેસર છે. આ ઉપરાંત ફાયનાન્સિયલ ઇક્લુઝિવનેસ એન્ડ એમ્પાવરમેન્ટ ક્ષેત્રે દાહોદ, નર્મદા અને વડોદરા આગળ છે. તેમજ ન્યાયિક અને જાહેર સલામતીમાં મોરબી, દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરનો સમાવેશ થયો છે.
આ અવસરે, ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોન્ચિંગ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ “મૈ નહીં, હમ” ની ભાવનાને અપનાવી જનકલ્યાણ માટે નિષ્કામ ભાવે પુરુષાર્થ કરવા ટીમ ગુજરાતને આહવાન કર્યું. pic.twitter.com/CxOk8Iq1He
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 21, 2023
ગુજરાતના તમામ 33 જિલ્લાઓને આવરવામાં આવ્યા
કેન્દ્રના એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવન્સીસ રિડ્રેશલ ડિપાર્ટમેન્ટ (ડીએઆરપીજી) સાથે મળીને રાજ્યના વહીવટી તંત્રએ તૈયાર કર્યો છે. આ ઇન્ડેક્સનો કોન્સેપ્ટ અને ફોર્મ્યુલા માટે કેન્દ્ર સરકારના સ્તરે 12 બેઠકો યોજાઈ હતી. ગુજરાતના તમામ 33 જિલ્લાઓમાં વહીવટી માપદંડોનો સૂચકાંક 10 ક્ષેત્રોમાં 65 મહત્વના મુદ્દાના 126 પાસાઓ આધારિત તૈયાર કરાયા છે.