ચાંગા: ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા ધોરણ 12 પછી ઉચ્ચ અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી 25 થી 27 એપ્રિલ દરમિયાન ‘ચારુસેટ એજયુકેશન એક્સ્પો-2025’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.3 દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો સહિત લગભગ 5000થી વધુ મુલાકાતીઓએ એક્સ્પોની મુલાકાત લીધી હતી. ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક્સ્પોમાં 10 ઇન્સ્ટિટ્યૂટ, 7 ફેકલ્ટિ, 70થી વધુ એકેડેમિક પ્રોગ્રામની તમામ માહિતી ઉપલબ્ધ હતી. એક્સ્પોમાં ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા 26 પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગેમ ઝોન હતા જ્યાં લર્નિંગ વિથ ફનનો વિદ્યાર્થીઓને અનુભવ પ્રાપ્ત થયો હતો.
એક્સ્પોમાં સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી કેરિયર કાઉન્સેલિંગ ફેર, સ્ટુડન્ટ પ્રોટોટાઈપ શો કેસ, ઇન્સ્ટિટયૂટ મુલાકાતનો લાભ લીધો હતો. ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એજ્યુકેશન, ઇનોવેશન અને ઓપર્ચ્યુંનીટીનું ફ્યુઝન ધરાવતા એક્સ્પોમાં લગભગ 16થી વધારે વિવિધ સ્ટોલ્સ હતા. જેની મુલાકાત લઇ ચરોતરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ પ્રેમીઓએ એડમિશન પ્રોસેસ, કેરિયર ગાઈડન્સ ફેર, સ્ટુડન્ટ શો કેસ, એડમિશન ઇન્ફોર્મેશન હબ, ઇન્સ્ટિટયૂટ મુલાકાત, વિવિધ કોર્સ, સ્કોલરશીપ વગેરેની માહિતી તેમજ કારકિર્દી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.આ નિ:શુલ્ક એક્સ્પો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનેકવિધ શૈક્ષણિક કાર્યક્રમોની માહિતી પ્રાપ્ત કરવાનું વ્યાપક પ્લેટફોર્મ બન્યું હતું.
