ચારુસેટ ખાતે દેશભક્તિ થીમ આધારિત સ્પર્ધા યોજાઈ

ચાંગા: શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ (CMPICA) અને ચારુસેટ NSS યુનિટ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે 2 ઓગસ્ટ, 2025, શનિવારના રોજ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશભક્તિની થીમ પર આધારિત સીગિંગ તથા ડાસિંગ કોમપિટીશનનો કાર્યક્રમ, ‘PATROTICA’ (પેટ્રોટીકા)નું  આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ CMPICA ઓડિટોરિયમમાં યોજાયો હતો. ચારુસેટની વિવિધ સંસ્થાઓમાંથી 40 સ્પર્ધકોએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગાયન સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ ગ્રુપ અને સોલો સીગિંગ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. જ્યાર નૃત્યુ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ દેશભક્તિના ગીતો પર ભાવનાત્મક નૃત્ય રજૂ કર્યું હતું. દરેક ઇવેન્ટમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન માટે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા અને તેઓને રોકડ ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અન્ય તમામ સ્પર્ધકોને પણ સહભાગી થવા માટે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા.