દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી-2025ની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી મોહમ્મદ શમીએ મેહદી હસન મિરાઝ (5 રન)ને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો. તેણે પહેલી ઓવરમાં સૌમ્ય સરકારને પણ આઉટ કર્યો. હર્ષિત રાણાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને પેવેલિયન મોકલ્યો.ભારત 2023ના વર્લ્ડ કપની ફાઈનલમાં પણ ટૉસ હાર્યું હતું. ત્યારથી ટીમે રમેલી બધી જ મેચમાં સતત 11 ટૉસ હાર્યું છે. નેધરલેન્ડ્સ સાથે ODIમાં સંયુક્ત રીતે સૌથી વધુ ટૉસ હારવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે માર્ચ 2011 અને ઑગસ્ટ 2013 વચ્ચે 11 ટૉસ હાર્યા હતા.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ.
બાંગ્લાદેશ (BAN): નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તન્ઝીદ હસન, સૌમ્ય સરકાર, તોહીદ હ્રિદોય, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), મહેદી હસન મિરાઝ, જાકર અલી, રિશાદ હુસૈન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન.
