‘ચક દે ઈન્ડિયા’ ફેમ એક્ટર રિયો કાપડિયાએ દુનિયાને અલવિદા કહ્યું

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ફરી એકવાર ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુપરહિટ ફિલ્મો ‘દિલ ચાહતા હૈ’ અને ‘ચક દે ઈન્ડિયા’માં જોવા મળેલા એક્ટર રિયો કાપડિયાનું નિધન થઈ ગયું છે. અભિનેતાએ ગઈકાલે એટલે કે 13 સપ્ટેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. રિયોના નિધનના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અભિનેતાના નિધનની માહિતી તેના મિત્ર ફૈઝલ મલિક અને તેની પત્નીએ આપી હતી. મળતી માહિતી મુજબ આવતીકાલે એટલે કે 15 સપ્ટેમ્બરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Rio Kapadia (@riokapadia)

15 સપ્ટેમ્બરે ગોરેગાંવમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

રિયો કાપડિયાએ 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. અભિનેતાના પરિવારમાં તેની પત્ની મારિયા અને બે પુત્રો અમન અને વીર છે. જે હાલમાં અભિનેતાના મૃત્યુથી આઘાતમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે રિયોએ 13 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. હવે તેમના અંતિમ સંસ્કાર 15 સપ્ટેમ્બરે મુંબઈના ગોરેગાંવમાં શિવધામ સ્મશાનભૂમિમાં કરવામાં આવશે. અભિનેતાના નિધનના સમાચાર સાંભળ્યા પછી દરેક સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મોમાં રિયો કાપડિયાએ કામ કર્યું હતું

બોલિવૂડ કરિયરની વાત કરીએ તો અભિનેતાએ અત્યાર સુધીની કારકિર્દીમાં ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘મર્દાની’, ‘ખુદા હાફિઝ’, ‘ધ બિગ બુલ’, ‘એજન્ટ વિનોદ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય તે તાજેતરમાં ‘મેડ ઇન હેવન 2’ના એપિસોડમાં પણ જોવા મળ્યા હતા.ફિલ્મો સિવાય રિયો કાપડિયા ટીવીનો પણ ફેમસ ચહેરો હતો. અભિનેતા ટીવી શો ‘સપને સુહાને લડકપન કે’ અને સિદ્ધાર્થ તિવારીના ‘મહાભારત’માં પણ જોવા મળ્યો હતો. જેમાં તેણે ગાંધારીના પિતાનો રોલ કર્યો હતો.