દિલ્હી: CBSE બોર્ડે ધોરણ-12 અને ધોરણ-10નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ-12નું પરિણામ 87.98% આવ્યું છે. જ્યારે ધોરણ-10નું પરિણામ 93.60% આવ્યું છે.પરિણામ જોવા માટે તમે cbse.gov.in અથવા cbse.nic.in સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકો છો.આ વર્ષે પણ છોકરીઓએ CBSE 12મા ધોરણમાં બાજી મારીને આગળ રહી છે. છોકરીઓની પરિણામ 91.52% આવ્યું છે. જ્યારે છોકરાઓનું પરિણામ 85.12% આવ્યું છે. છોકરાઓ કરતાં છોકરીઓ 6.40 ટકા વધુ પાસ થઈ છે. CBSE બોર્ડના પરિણામમાં ત્રિવેન્દ્રમ દેશભરમાં મોખરે રહ્યું છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે.ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 93.12 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ સારું હતું. છોકરીઓ 94.25 ટકા અને છોકરાઓ 92.72 ટકા સાથે પાસ થયા હતા. આ વર્ષે પણ છોકરીઓએ ધોરણ 10માં સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 94.25% અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 92.27% છે.