ઝોમેટોએ 8250 કરોડનો IPO લાવવા પેપર ફાઇલ કર્યા

નવી દિલ્હીઃ ઓનલાઇન ફૂડ ડિલિવરી અને રેસ્ટોરાંના પ્લેટફોર્મ ઝોમેટોએ IPO લાવવા માટે સેબીમાં અરજી કરી છે. આ દેશનું પહેલું કન્ઝ્યુમર આધારિત ઇન્ટરનેટ સ્ટાર્ટઅપ છે, જે લિસ્ટિંગની તૈયારી કરી રહ્યું છે. કંપનીનો IPO જૂન સુધી આવે એવી શક્યતા છે.  કંપનીએ ડીઆરએચપીમાં કહ્યું હતું કે કંપની પ્રાઇમરી બજારથી રૂ. 8250 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં રૂ. 7500 કરોડ નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય ઇન્ફો એજ (ઇન્ડિયા) પોતાનો હિસ્સામાંથી રૂ. 750 કરોડના શેર વેચવાની છે. ઇન્ફો એજ (ઇન્ડિયા)ની પાસે ઝોમેટો સિવાય નોકરી ડોટ કોમ અને 99એકર જેવા બિઝનેસ પણ છે. કંપની પાસે ઝોમેટોની 19 ટકા હિસ્સો છે.

ઝોમેટોએ 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધી રૂ. 1367.65 કરોડની આવક હાંસલ કરી છે, જ્યારે કંપનીને આ સમયગાળામાં રૂ. 684.15 કરોડનું નુકસાન થયું હતું. કંપનીએ આ માહિતી એના ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP)માં આપી છે. વળી, કંપનીને ગયા નાણાકીય વર્ષમાં કંપનીની આવક રૂ. 2742.74 કરોડ અને નુકસાન રૂ. 2362.8 કરોડ હતું.

જોકે કોરોના રોગચાળામાં દરમ્યાન ખાવાની ડિલિવરીની માગ ઝડપથી વધી છે. કંપને કહ્યું હતું કે વર્ષ 2020માં કોરોના રોગચાળાને કારણે લોકડાઉન પછી વેપાર ગયા નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં સામાન્ય થવા લાગ્યો હતો, જ્યારે અમારી ઓર્ડર વેલ્યુ સૌથી વધુ થઈ હતી. કંપની IPO પહેલાં રૂ. 1500 કરોડના પ્રાઇવેટ પ્લેસમેન્ટ પર વિચાર કરી રહી છે.