BSE-SME પ્લેટફોર્મઃ કુલ લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 334

મુંબઈઃ BSEના SME પ્લેટફોર્મ પર આજે-સોમવારે બે કંપનીઓ, નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ વર્કસ લિમિટેડ અને રંગોલી ટ્રેડકોમ લિમિટેડ લિસ્ટ થતાં આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા વધીને 334 કંપનીઓ થઈ છે.

નોલેજ મરીન એન્જિનિયરિગ વર્કસે રૂ.10ની મૂળ કિંમતના 27.36 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.37ની કિંમતે ઓફર કરી રૂ.10.12 કરોડ એકત્ર કર્યા હતા. રંગોલી ટ્રેડકોમ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 21.81 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.197ના ભાવે ઓફર કરી રૂ.45.15 કરોડ એકત્ર કર્યા હતા. આ બંને કંપનીઓના પબ્લિક ઈશ્યુ 12મી માર્ચ, 2021ના રોજ સંપન્ન થયા હતા

નોલેજ મરીન એન્ડ એન્જિનિયરિંગ મુખ્યત્વે મરીન ક્રાફ્ટ્સની માલિકી અને કામકાજ ધરાવે છે, જેમાં ડ્રેજિંગ સાથે મરીન ક્રાફ્ટ્સ અને મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી અને સમારકામનો સમાવેશ થાય છે.

રંગોલી ટ્રેડકોમ પોલિમર્સ અને ટેક્સટાઈલ પ્રોડક્ટ્સના વેપારમાં છે. કંપની કોમોડિટી પોલિમર્સ, એન્ડિનિયરિંગ પોલિમર્સ, કેમિકલ્સ અને ટેક્સટાઈલ્સનો વેપાર કરે છે.

અત્યાર સુધીમાં BSE SME પ્લેટફોર્મ પરથી 96 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 334 કંપનીઓએ કુલ રૂ.3,469.91 કરોડ એકત્ર કર્યા છે અને આ 334 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.21,597.59 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે.