કોમાકી ઈલેક્ટ્રિક મોટરસાઈકલઃ સિંગલ ચાર્જમાં 100-કિ.મી. દોડે

મુંબઈઃ ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપની કોમાકીએ ભારતમાં નવી મોટરસાઈકલ લોન્ચ કરી છે. કંપનીએ ભારતમાં આ વર્ષમાં ત્રણ નવા પ્રોડક્ટ લોન્ચ કર્યા હતા. હવે ચોથું પ્રોડક્ટ છે ઈલેક્ટ્રિક બાઈક MX3. આ મોટરસાઈકલની કિંમત છે રૂ. 95,000 (એક્સ-શોરૂમ).

આ બાઈક ત્રણ રંગમાં ઉપલબ્ધ છે. કંપનીના જણાવ્યાનુસાર, MX3 ઈલેક્ટ્રિક મોટરસાઈકલ ફૂલ ચાર્જિંગ કર્યા બાદ 85-100 કિ.મી.ની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તે રાઈડિંગ સ્ટાઈલ પર નિર્ભર કરે છે. બાઈકની બેટરીને ફૂલ ચાર્જ કરવામાં 1-1.5 યૂનિટથી વધારે વીજળી વપરાતી નથી. મતલબ કે આ બાઈક ‘પોકેટ-ફ્રેન્ડ્લી’ છે એવું તેનું કહેવું છે.  બાઈકમાં અનેક આધુનિક ફીચર્સ છે જેમ કે, ઈનબિલ્ટ બ્લૂટૂથ સ્પીકર, ફૂલ કલર એલઈડી ડેશ, 3-સ્પીડ મોડ છે જેને એક જ સ્વિચથી બદલી શકાય છે, સેલ્ફ-ડાયગ્નોસિસ અને રીપેર સ્વીચ, પાર્કિંગ અને રિવર્સ આસિસ્ટ વગેરે. કંપની Li-ion રિમૂવેબલ બેટરી-પેક આપે છે, જેથી તમે ચાર્જિંગ માટે બેટરીને બાઈકથી અલગ પણ કરી શકો છો. બ્રેકિંગ માટે બંને પૈડામાં ડિસ્ક બ્રેક છે. બંને પૈડામાં ટેલિસ્કોપિક શોક-એબ્સોર્બર આપવામાં આવ્યા છે. 17 ઈંચના એલોય વ્હીલ્સ છે. બાઈકના ફ્રન્ટ હેડલેમ્પ અને ટેલ લેમ્પ હેલોઝન છે જ્યારે બ્લિન્કર્સ એલઈડી યૂનિટ છે. કંપનીએ આ પહેલાં ભારતની બજારમાં ત્રણ હાઈ-સ્પીડ બેટરીસંચાલિત ટુ-વ્હીલર લોન્ચ કર્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]