મુંબઈ: આકારણી વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઈન્કમ ટેકસ રીટર્ન ફાઈલ કરવા માટેની આખરી તારીખ ૩૧ જુલાઈ છે. અત્યાર સુધીમાં અઢી કરોડ ITR ફાઈલ થયા છે. હજી બે અઠવાડિયાનો સમય બાકી છે, પરંતુ હજી મોટી સંખ્યામાં કરદાતાઓ એમના ITR રીટર્ન ફાઈલ કર્યા નથી. એમના માટે સરકારે મહત્ત્વપૂર્ણ સંકેત આપ્યો છે.
સતત બે વખત રીટર્ન ફાઈલ કરવા માટેની મુદત લંબાવ્યા બાદ હવે તે વધારે લંબાવવાનો સરકારનો વિચાર નથી. કેન્દ્રના મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાના જણાવ્યા મુજબ, નાણાં મંત્રાલય ITR ફાઈલ કરવા માટે ૩૧ જુલાઈ સુધીની મુદતને લંબાવવા ઈચ્છતી નથી. મલ્હોત્રાએ કરદાતાઓને વિનંતી કરી છે કે તેઓ જલ્દીમાં જલ્દી એમનું રીટર્ન ભરી દે.