જેફ બેઝોસને ધરતી પર પરત કેમ નથી ઇચ્છતા લોકો?

નવી દિલ્હીઃ વિશ્વના સૌથી શ્રીમંત અને દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અંતરિક્ષમાં જવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે સાત જૂને એલાન કર્યું હતું કે તે ભાઈ માર્ક બેઝોસની સાથે 20 જુલાઈએ અંતરિક્ષ યાત્રા પર નીકળશે. આ દિવસે 1969માં માનવના પગલાં પહેલી વાર ચંદ્ર પર પડ્યા હતા, પણ બેજોસને પૃથ્વી પર પરત ફરતો અટકાવવા માટે બે ઓનલાઇન અરજીઓ સામે આવી છે. આ અરજી પર 56,000થી વધુ લોકો હસ્તાક્ષર કરી ચૂક્યા છે.

બેજોસના અંતરિક્ષમાં જવાની ઘોષણા કર્યા પછી આ અરજીઓ થઈ છે. Change.orgમાં કરવામાં આવે અરજીનું ટાઇટલ છે, “Do not allow Jeff Bezos to return to Earth.” અત્યાર સુધી 37,000થી વધુ લોકો એના પર હત્સાક્ષર કરી ચૂક્યા છે. એમાં કહેવામાં આવ્યું છે કે ધરતી પર અબજોપતિ ન રહેવા જોઈએ, તેઓ અંતરિક્ષમાં રહી શકે છે. આમાં લોકોએ રસપ્રદ કોમેન્ટ્સ કરી છે. એકે લખ્યું છે, બેઝોસને ધરતી પર આવવા દેવાનો વિશેષાધિકાર છે, અધિકાર નથી. આ પ્રકારે અરજી પર સહી કરતાં એક અન્ય વ્યક્તિએ લખ્યું છે, ધરતીને જેફ બેઝોસ, એલન માસ્ક, બિલ ગેટ્સ અથવા અન્ય એવા અબજોપતિની જરૂર નથી.

બીજી અરજીનું ટાઇટલ છે, “Petition To Not Allow Jeff Bezos Re-Entry To Earth.” એના પર અત્યાર સુધી 19,000 લોકો સહી કરી ચૂક્યા છે. એ અરજી Jose Ortizએ નાખી છે. તેણે કહ્યું હતું કે બેઝોસ એક શેતાન છે, જે વિશ્વમાં તેનો દબદબો કાયમ રાખવા ઇચ્છે છે. તેણે વધુમાં વધુ લોકોને એના પર સહી કરવા અપીલ કરી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]