BSE-સંચાલિત બીએએસએલને સેબીએ 3-વર્ષ માટે માન્યતા આપી

મુંબઈ તા.22 જૂન, 2021: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ સ્થાપેલી સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની “બીએસઈ એડમિનિસ્ટ્રેશન એન્ડ સુપરવિઝન લિમિટેડ” (બીએએસએલ)ને સેબી દ્વારા 1 જૂન, 2021થી ત્રણ વર્ષ માટે ઈન્વેસ્ટર એડવાઈઝર એડમિનિસ્ટ્રેશન એન્ડ સુપરવાઈઝરી બોડી (આઈએએએસબી) તરીકેની માન્યતા આપવામાં આવી છે.

સેબીમાં રજિસ્ટર થયેલા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ ( આરઆઈએ)એ ફરજિયાતપણે 31 ઓગસ્ટ, 2021 પૂર્વે બીએએસએલની મેમ્બરશિપ પ્રાપ્ત કરવાની રહેશે. એ ઉપરાંત નવા અરજદારોએ પણ બીએએસએલની મેમ્બરશિપ લેવાની રહેશે. આરઆઈએઝે બીએએસએલને મેમ્બરશિપ ફી ચૂકવવાની રહેશે. બધા આરઆઈએએ સેબી અને બીએએસએલ દ્વારા સમયાંતરે બહાર પડાનારા બધા પરિપત્રો, નિયમનો, માર્ગદર્શિકાઓ વગેરેનું પાલન કરવાનું રહેશે.

બીએએસએલની મેમ્બરશિપ પ્રાપ્ત કરવાનો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેચ્યન્સ બીએએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, એમ બીએસઈએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું.