મુંબઈઃ ઇન્ડિયા સ્ટોક માર્કેટ ટ્રેડિંગ ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ મોબાઇલ નંબર 96394 93180, 90936 67060, 88705 67995, 91107 48966, 75449 98799, 75958 10122, 76440 37948, 63013 86770 અને 99183 12246 દ્વારા કાર્યરત છે અને BSE પ્લેટફોર્મ પર સામાન્ય બજાર દરોની તુલનામાં ડિસ્કાઉન્ટ દરે સ્ટોક્સ ઓફર કરવાનો દાવો કરે છે અને 100 દિવસોમાં બ્લોક ટ્રેડિંગમાં 10 ગણા રિટર્નની બાંયધરી આપતો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઓફર કરે છે. આ દાવાઓ ખોટા અને ભ્રામક છે, એમ BSEએ સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.
રોકાણકારોને સાવધાન કરતાં BSEએ જણાવ્યું છે કે તેઓ વોટ્સએપ પરના આવા કોઈ પણ ગ્રુપનો ભાગ ન બને અથવા શેરબજારમાં સૂચક/ચોક્કસ/ગેરન્ટીવાળું વળતર ઓફર કરતી કોઈ પણ વ્યક્તિ/હસ્તી, કોઈ પણ સ્કીમ/પ્રોડક્ટના પ્રભાવમાં આવે નહીં. કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. વધુમાં રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વ્યક્તિગત ઓળખપત્રો જેમ કે વ્યક્તિગત ઓળખ, સરનામું, બેંક ખાતું, ડીમેટ ખાતાની વિગતો વગેરે પણ કોઈને આપે નહીં.
BSEએ સ્પષ્ટ કર્યુ છે કે તે આવા કોઈ પણ ગ્રુપ અથવા સ્કીમ અથવા અન્ય કોઈ પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મને સમર્થન આપતું નથી અને આવા વોટ્સએપ ગ્રુપ અથવા પ્રતિબંધિત સ્કીમોમાં કોઈ પણ ભાગીદારી રોકાણકારોના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર રહેશે. આવાં ગ્રુપો/સ્કીમ્સ/સોશિયલ મિડિયા પ્લેટફોર્મને લગતી કોઈ પણ ફરિયાદો પર BSE દ્વારા કાર્યવાહી કરવામાં આવશે નહીં.