ફોનપેને શિફ્ટ કરવા પર વોલમાર્ટને મસમોટો ટેક્સ ચૂકવવો પડશે

ન્યુ યોર્કઃ ડિજિટલ ચુકવણી કંપની ફોનપે (PhonePe)ને ભારતમાં હેડક્વાર્ટર બેંગલોરમાં શિફ્ટ કરવા માટે કરોડો ડોલર ખર્ચ કરવા પડશે. આ માટે વોલમાર્ટે એક અબજ ડોલર એટલે કે આશરે 82.72 અબજ રૂપિયાનું ટેક્સ બિલ મળ્યું છે, એમ એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે આ માટે કંપનીઓના પ્રતિનિધિઓએ તરત કોઈ પ્રતિક્રિયા નથી આપી.

અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ફોનપે  જનરલ એટલાન્ટિક, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી અને અન્ય પાસેથી 12 અબજ ડોલરનું પ્રી-મની વેલ્યુએશન ફંડ એકત્ર કરી રહી છે, જેને કારણે કંપની પર ભારે ટેક્સ લાગી રહ્યો છે. ફ્લિપકાર્ટથી અલગ થયા પછી ફોનપે સિંગાપુરથી ભારતમાં શિફ્ટ થઈ છે. ફોનપે ભારતમાં શિફ્ટ થવાના મામલાને જાણતા એક શખસે કહ્યું હતું કે ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ સહિત રોકાણકારોએ ભારતમાં ફોનપેના શેરો હવે નવી કિંમતે ખરીદી રહ્યા છે, જેમાં શેરધારકો પર ભવિષ્યમાં રૂ. 80 અબજના ટેક્સની અસર પડશે.

અહેવાલો મુજબ મૂળ આ કંપની ઓનલાઇન રિટેલર ફ્લિપકાર્ટની છે. આ પ્રકારે ફોનપે તેની મુખ્ય ઓફિસ બેંગલોરમાં શિફ્ટ કરી રહી છે. બિઝનેસ વર્લ્ડથી સંકળાયેલા લોકોના અભિપ્રાયમાં ભારતીય સ્ટાર્ટઅપ માટે વિદેશની ભારતમાં શિફ્ટ થવાનું પગલું અસામાન્ય છે.છેલ્લાં કેટલાંક ટેક્નોલોજી કંપનીઓ ભારતમાં પોતાના મોટા ભાગના મેનેજમેન્ટ અને બિઝનેસની સાથે સિંગાપુર જવાનો વિકલ્પ પસંદ કર્યો છે. એક અહેવાલ અનુસાર વર્ષ 2000 પછી બે દાયકામાં 8000થી વધુ ભારતીય સ્ટાર્ટઅપ સિંગાપુર ગયા છે.