નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવા વર્ષે દિવ્યાંગોને ભેટ આપી છે. સરકારે તેમનાં વાહનોના રોડ ટેક્સ અને ટોલ ટેક્સમાં છૂટ સંબંધી નિયમ લાગુ કર્યા છે. એનાથી ખાનગી અને વ્યાવસાયિક નવા વાહનની ખરીદીમાં 18 ટકા જીએસટીમાં તેમને છૂટ મળશે. એનાથી આવા એક્સાઇઝ ડ્યુટી અને વીમામાં 50 ટકા છૂટ મળશે. એ ઉપરાંત ટોલ ટેક્સ અને રોડ ટેક્સ 100 ટકા લાભ મળશે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એ વિશે 30 ડિસેમ્બર ગેજેટ નોટિફિકેશન જારી કરી દીધું છે. એમાં દિવ્યાંગોને તેમનાં વાહનો પર લગતા વિવિધ કરોમાં છૂટ આપવાનો ઉલ્લેખ કર્યો. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ વાહન રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં ખામી દૂર કરવા માટે મોટર વાહન અધિનિયમ 1989માં ફોર્મ-20ના ક્રમની સંખ્યા-4 એમાં વાહનોની શ્રેણીનો ઉલ્લેખ ફરજિયાત કરવા સંબંધી મુસદ્દા માટે નોટિફિકેશન જારી કર્યું છે. એમાં ફોર્મ 20માં જીએસટી છૂટવાળા કેન્દ્ર સરકાર, સ્વાયત્ત સંસ્થા ડ્રાઇવર ટ્રેનિંગ સ્કૂલ અને દિવ્યાંગોના વાહન સામેલ છે. ફોર્મ 20માં અત્યાર સુધી વાહન શ્રેણીનો ઉલ્લેખ નથી.
રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં વાહનના રજિસ્ટ્રેશનમાં દિવ્યાંગ શ્રેણીનાં વાહનોની પૂર્ણ માહિતી ના હોવાને કારણે સરકારી છૂટના લાભથી વંચિત રહે છે. એને ધ્યાનમાં રાખતાં મંત્રાલયે ફોર્મમાં ફેરફાર કર્યો છે. આ નિયમમાં પરિવર્તનથી 40 ટકા શારીરિક રૂપથી દિવ્યાંગ નવા ખાનગી અથવા વ્યાવસાયિક વાહન ઇનવેલિડ કેરેજ શ્રેણીમાં ખરીદી શકશે. એનો લાભ એ થશે કે રૂ. 8 લાખના કિંમતના વાહન પર 18 ટકા જીએસટી 100 ટકા માફ થશે. ટોલ પ્લાઝા પર રજિસ્ટ્રેશન (આરસી) 100 ટકા ટેક્સ માફ થશે. રોજ ટેક્સ (યુપીમાં રૂ. 43,200) સંપૂર્ણ રીતે માફ થશે. એક્સાઇઝ ડ્યુટી સહિત વીમા રકમમાં 50 ટકા છૂટનો લાભ મળશે.