બે દિવસની તેજી પછી શેરબજારમાં નરમાઈઃ સેન્સેક્સ 205 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ– સતત બે દિવસની તેજી પછી આજે શેરબજારમાં નરમાઈ રહી હતી. ગ્લોબલ માર્કેટના નેગેટિવ અહેવાલોને પગલે માર્કેટ નીચા મથાળે ખુલ્યું હતું. માર્ચ આખર અને માર્ચ એફ એન્ડ ઓની ગુરુવારે એક્સપાયરી હોવાથી મોટાભાગે તેજીવાળા ખેલાડીઓએ વેચવાલી કાઢી હતી, અને ઉભા લેણ સુલટાવ્યા હતા. અને સામે નવી લેવાલીનો અભાવ હતો. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 205.71(0.62 ટકા) ઘટી 32,968.68 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 70.45(0.69 ટકા) તૂટી 10,113.70 બંધ થયો હતો.ટ્રેડ વૉરનો હાઉ થોડો ઘટ્યો છે, પણ મંગળવારે મોડીરાતે ડાઉ જોન્સ 345 પોઈન્ટ અને નેસ્ડેક 212 પોઈન્ટ ગબડીને આવ્યા હતા. જેની પાછળ એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપના સ્ટોક માર્કેટ ઘટ્યા હતા. તેની પાછળ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ પણ ખરડાયું હતું. વળી માર્ચ ફ્યુચર-ઓપ્શન કોન્ટ્રેક્ટનો કાલે ગુરુવારે છેલ્લો દિવસ હોવાથી મોટાભાગે ઉભા ટ્રેડ સુરખાકરવારૂપી ટ્રેડિંગ વિશેષ હતા. ગ્લોબલ માર્કેટના ન્યૂઝને કારણે માર્કેટમાં સાવેચતીનો માહોલ હતો, અને નવી લેવાલીનો સદ્તર અભાવ હતો. જેથી બે દિવસની તેજીને બ્રેક વાગી હતી.

  • આઈડીબીઆઈ બેંકમાં 772 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ બહાર આવ્યું છે. આંધ્રપ્રદેશ અને તેલંગાનાની 5 બ્રાન્ચમાં કૌભાંડ થયું છે. આ મામલે સીબીઆઈએ એફઆઈઆર નોંધાવી છે.
  • આઈડીબીઆઈના સ્ટોકમાં 5 ટકાથી વધુનું ગાબડુ પડયું હતું.
  • બંધન બેંકના નવા શેરનું શાનદાર લિસ્ટીંગ થયા પછી આજે બીજા દિવસે બંધન બેંકના શેરનો ભાવ રૂ.7.80(1.64 ટકા) ઘટી રૂપિયા 05 બંધ રહ્યો હતો.
  • નરમ બજારમાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોના ભાવ મજબૂત રહ્યા હતા.
  • બેંક, મેટલ અને ફાર્મા સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી, અને આ શેરોના ભાવમાં ગાબડા હતા.
  • રોકડાના શેરોમાં પણ વેચવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 85.74 માઈનસ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 158.57 ઘટ્યો હતો.
  • મંગળવારે એફઆઈઆઈએ રૂ.1063 કરોડની કુલ ચોખ્ખી ખરીદી કરી હતી, અને સ્થાનિક નાણા સંસ્થાઓએ કુલ રૂ.2172 કરોડનું નવું રોકાણ કર્યું હતું.