કંપનીઓને આપવી પડશે ડાયરેક્ટર-ઓડિટરની પૂરી માહિતી, MF થશે સસ્તાઃ સેબી બોર્ડ

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક માર્કેટમાં મોટા રીફોર્મ લાગુ કરવા માટેની દિશામાં નવા પગલાં ભરવાની શરૂઆત કરી છે. સેબીએ આ મામલે કોટક પેનલ દ્વારા કરવામાં આવેલી ભલામણોમાં 40 ભલામણોને કોઈપણ પ્રકારનો બદલાવ કર્યા વગર સ્વીકારી લીધી છે. તો 15 ભલામણો કેટલાક બદલાવ સાથે સ્વીકારવામાં આવી છે. સેબી બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો.પ્રમોટર શેર હોલ્ડિંગ ફ્રીઝ કરી શકશે એક્સચેન્જ

સેબીએ ઈનસોલ્વંટ કંપનીઓ પર કડકાઈની શરૂઆત કરવાના સંકેતો આપ્યા. સેબી બોર્ડની મીટિંગ બાદ ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું કે હવે એક્સચેંજ નોર્મ્સના નોન કંપ્લાયંસ પર પ્રમોટર્સનું શેર હોલ્ડિંગ સીઝ કરી શકાશે. તો આ સીવાય માર્કેટ રેગ્યુલેટરે ઈનસોલ્વંટ કંપનીઓના રેગ્યુલેટરી કમ્લાયંસ પર પબ્લિક વ્યૂ પણ માંગ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે દેશમાં ઈનસોલ્વંટ કંપનીઓ ખાસી ચર્ચામાં છે જેમાં પૈસા લગાવનારા નાના રોકાણકારોના હજારો કરોડ રૂપીયા ડૂબી ગયા છે.

મ્યૂચ્યુઅલ ફંડ થશે સસ્તા

હવે રોકાણકારો માટે મ્યૂચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સસ્તુ થઈ જશે. સેબી બોર્ડે મ્યુચ્યુઅલ ફંડ પર એક્ઝિટ લોડમાં 0.15 ટકાની કપાત કરવાની મંજૂરી આપી દીધી છે. આ પ્રકારે જલ્દી જ મ્યુચ્યુઅલ ફંડ પર એક્ઝિટ લોક 0.20 ટકાથી ઘટીને 0.05 ટકા રહી જશે. સેબીના ચીફ ત્યાગીએ જણાવ્યું કે આના કારણે રોકાણના દરો ઓછા કરવામાં મદદ મળી શકશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]