GST પોર્ટલમાં ખામીઓ, ફાઈલ થઈ શકતું નથી રિટર્ન

નવી દિલ્હી- લાખ કોશીશ કરવા છતાં જીએસટી પોર્ટલ પર ફાઈલિંગની તકલીફ દુર થઈ નજરે પડતી નથી. વેપારીઓનો દાવો છે કે જુલાઈમાં રિટર્ન ફાઈલ થઈ જ નથી રહ્યું. આ સિવાય જૂના સ્ટોકની ડિટેલ્સ પણ અપડેટ નથી થઈ રહી. આ તમામ સ્થિતીને જોતા વેપારીઓ જીએસટી પોર્ટલને મેન્ટેઈન કરનારી કંપની ઈન્ફોસિસનું ઓડિટ કરાવવાની માંગણી કરી રહ્યા છે.

કરવેરા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જીએસટી પોર્ટલ 1 જુલાઈથી પહેલાના કોઈ પણ ટ્રાન્ઝેક્શન સ્વીકારી રહ્યું નથી. જો કોઈ ટ્રેડરે બિલ 28 જૂનના રોજ જનરેટ કર્યું હોય અને તેનો તે ઈનપુટ ક્રેડિટ જુલાઈના રિટર્નમાં એપ્લાય કરી રહ્યો હોય તો સીસ્ટમ તેને સ્વીકારતી નથી. 28 જૂનના બનાવેલા બિલ પર તે ક્યારે અને કેવી રીતે ઈનપુટ ક્રેડિટ લેશે તે સવાલ છે કારણકે જીએસટી પોર્ટલ તે બિલને સ્વીકારી રહ્યું નથી. સિસ્ટમ 30 જૂન સુધીના બિલ પર ઈનપુટ ક્રેડિટ નથી લઈ રહ્યું. આમ વેપારીઓને રિટર્ન ફાઈલ કરવામાં પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે.