ન્યુ યોર્કઃ લોકપ્રિય સોશિયલ મિડિયા હેન્ડલ ટ્વિટર ફરી એક વાર કર્મચારીઓની છટણી કરી છે. કંપની કમસે કમ 200 કર્મચારીઓ કે કુલ કર્મચારીઓની 10 ટકા છટણી કરી છે, એમ ન્યુ યોર્ક ટાઇમ્સનો અહેવાલ કહે છે એલન મસ્કે ગયા ઓક્ટોબરમાં માઇક્રો બ્લોગિંગ સાઇટને હસ્તગત કરી હતી. જે પછી કંપનીમાંથી 7500 કર્મચારીઓમાંથી અડધાથી વધુની છટણી કરવામાં આવી ચૂકી છે.
અહેવાલમાં આ મામલાથી પરિચિત લોકોનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે કંપની આ વખતે પ્રોડક્ટ મેનેજર્સ, ડેટા સાયન્ટિસ્ટ- કે જો મશીન લર્નિંગ અને સાઇટની વિશ્વસનીયતા પર કામ કરતા કર્મચારીઓની છટણી કરી હતી, જેમાં કંપનીના વિવિધ ફીચર્સને ઓનલાઇન રાખવામાં મદદ કરે છે. કંપનીએ આ માટે ટિપ્પણી માટે કોઈ જવાબ નહોતો આપ્યો. ગયા મહિને મસ્કના જણાવ્યાનુસાર કંપની પાસે આશરે 2300 કર્મચારીઓ હતા.
હાલમાં કરવામાં આવેલા નોકરી કાપ નવેમ્બરના પ્રારંભે કરવામાં આવેલી છટણીને અનુરૂપ હતો. ગયા વર્ષે નવેમ્બરમાં કંપનીએ 3700 કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીએ આ છટણીનું કારણ કોસ્ટ કટિંગ ગણાવી હતી. મસ્કે કંપની 44 અબજ ડોલરમાં હસ્તગત કરી હતી. તેમણે કહ્યું હતું કે નવેમ્બરમાં કંપનીની આવકમાં ભારે ઘટાડો નોંધાયો હતો, કેમ કે એડવર્ટાઇઝર્સે જાહેરાત પાછળની ફાળવણીમાં ઘટાડો કર્યો હતો અને ખર્ચ ઓછો કર્યો હતો. કંપનીએ હાલમાં કન્ટેન્ટ ક્રિયેટર્સની સાથે એડવર્ટાઇઝમેન્ટથી થતી આવકને શેર કરવાનું શરૂ કર્યું હતું.
આ પહેલાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મે માહિતી આપી હતી કે આવકમાં ઘટાડાને અટકાવવાના ઉદ્દેશથી અનેક કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.