એરટેલ, વોડાફોન, આઈડિયાએ માર્ચમાં 3 કરોડ ગ્રાહક ગુમાવ્યાં, જિઓએ…

નવી દિલ્હીઃ વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે માર્ચમાં સંયુક્તરુપે આશરે ત્રણ કરોડ ગ્રાહકો ગુમાવ્યા છે. ટ્રાઈના આંકડાઓથી આ મામલે માહિતી પ્રાપ્ત થઈ છે. આ અનુસાર, માર્ચમાં આઈડિયા વોડાફોનના ગ્રાહકોની સંખ્યામાં 1.45 કરોડ ઓછી થઈ છે. જ્યારે ભારતી એરટેલના 1.51 કરોડ કનેક્શન ઓછા થયાં છે. તો આ જ મહિનામાં મૂકેશ અંબાણીની રીલાયન્સ જિઓએ 94 લાખ ગ્રાહકો પોતાની સાથે જોડ્યાં છે.

આંકડાઓ અનુસાર, 31 માર્ચ 2019 સુધી દેશમાં કુલ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ હતી. આ આના પહેલાના મહિનાની તુલનામાં 2.18 કરોડ ઓછી છે. માર્ચના અંત સુધીમાં દેશમાં કુલ ફોન ઘનત્વ ઘટીને 90.11 પર આવી ગયું. આ ફેબ્રુઆરીમાં 91.86 હતું.

ટ્રાઈ અનુસાર માર્ચ 2019ના અંત સુધીમાં વોડાફોન આઈડિયાના મોબાઈલ કનેક્શનોની સંખ્યા 39.48 કરોડ હતી. માર્ચના અંત સુધીમાં ભારતી એરટેલના મોબાઈલ ઉપભોક્તાઓની સંખ્યા 32.51 કરોડ રહી. જ્યારે તેની પ્રતિદ્વંદ્વી રિલાયન્સ જિઓના ગ્રાહકોની સંખ્યા 60.67 કરોડ હતી.

ટ્રાઈ અનુસાર માર્ચમાં કુલ મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 116.18 કરોડ પર આવી ગઈ. આ ફેબ્રુઆરીના અંત સુધી 118.36 કરોડ હતી. શહેરી ક્ષેત્રોમાં માર્ચના અંત સુધી મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 65.04 કરોડ રહી. આ ફેબ્રુઆરીના અંત સુધી 65.65 કરોડ હતી. આ જ પ્રકારે ગ્રામીણ ક્ષેત્રોમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 52.71 કરોડથી ઘટીને 51.13 કરોડ પર પહોંચી ગઈ.