ઈન્ડિયા-આઈએનએક્સના ગ્લોબલ-એક્સેસ મારફત વિશ્વનાં શેરબજારોમાં ટ્રેડિંગ કરવાની તક

મુંબઈઃ વૈશ્વિક બોન્ડ્સ માર્કેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, હેજ ફંડ્સ અને ફ્યુચર્સમાં રોકાણ કરી ગ્લોબલ ઈન્વેસ્ટર બનો.

રોકાણકારો, શું તમારે વિશ્વનાં શેરબજારોના શેર્સ, ઈટીએફ, બોન્ડ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવું છે? તે હવે ભારતમાં શક્ય છે અને તેમ કરીને તમે સાચા અર્થમાં વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ રોકાણ તકોને ઝડપી શકો છો.

એશિયાના સૌપ્રથમ અને વિશ્વના ફાસ્ટેસ્ટ સ્ટોક એક્સચેન્જ બીએસઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ અમદાવાદ સ્થિત ગિફ્ટ સિટી ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ(આઈએફએસસી) લિમિટેડની સ્થાપના કરી છે, જેને  ઈન્ડિયા આઈએનએક્સ તરીકે ઓળખાય છે.

ઈન્ડિયા આઈએનએક્સ તેના મેમ્બર્સ અને તેમના ગ્રાહકોને નાવીન્યપૂર્ણ અને બહુવર્ગી એસેટ ક્લાસનાં વિવિધ પ્રોડક્ટ્સ ઓફર કરે છે. આ પ્રોડક્ટની શ્રેણીના વધુ વિસ્તાર માટે ઈન્ડિયા આઈએનએક્સે એક સ્પેશિયલ પરપઝ વેહિકલ ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ આઈએફએસસી લિમિટેડ (ઈન્ડિયા આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ)ની સ્થાપના કરી છે. આ એવું એક્સચેન્જ છે, જે વિવિધ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જીસના ઓર્ડર્સને એકત્ર કરવા માટેનું એક મધ્યસ્થ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

સિંગલ વિન્ડો ઈન્ટરફેસ

આઈએનએક્સ ગ્લોબલ એક્સેસ ભારતમાં આ પ્રકારનું સૌપ્રથમ સાહસ છે, જેમાં આઈએફએસસી ખાતેના ઈન્ડિયા આઈએનએક્સના મેમ્બરો અને તેમના ગ્રાહકો અને અન્ય હસ્તીઓને વિશ્વની બજારોનો એક્સેસ પૂરો પાડવામાં આવે છે. ગ્લોબલ એક્સેસ દુનિયાભરનાં સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડિંગ કરવા માટે સિંગલ વિન્ડો ઈન્ટરફેસ પૂરો પાડે છે અને ક્લિયરિંગ અને સેટલમેન્ટ્સ પાર પાડે છે. રોકાણકારોને આનો એ લાભ થાય છે કે પ્રત્યેક ગ્લોબલ એક્સચેન્જમાં ટ્રેડિંગ કરવા માટે તેમણે અલગ અલગ રજિસ્ટ્રેશન કરવું પડતું નથી, પરિણામે રોકાણકારોના ગ્લોબલ માર્કેટ એક્સેસ કરવાના એકંદર ખર્ચમાં ઘટાડો થાય છે.

વિશ્વના અનેક એકસચેંજીસમાં રોકાણની તક

ગ્લોબલ એક્સેસ મારફત તમે એક જ એકાઉન્ટ ખોલાવીને તેનાં બહુવિધ પ્રોડક્ટ્સ પ્રાપ્ત કરી શકો છો. માત્ર એક ખાતા દ્વારા તમે વિશ્વનાં 80થી અધિક સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડિંગ કરી શકો છો. બહુ ઊંચી કિંમતના શેર્સ હોય તો તેના ફ્રેક્શનમાં રોકાણ કરીને તમે ટ્રેડિંગમાં સામેલ થઈ શકો છો. દેશના રોકાણકારો સ્ટોક લેન્ડિંગ દ્વારા પણ વધારાની આવક રળી શકે છે. વિશ્વની 30,000થી અધિક કંપનીઓના ડેટાનો એક્સેસ મળવા સાથે તમે વૈવિધ્યપૂર્ણ ગ્લોબલ ઈક્વિટી પોર્ટફોલિયોમાં નીચા ખર્ચે રોકાણ કરી શકો છો.

ઓપ્શન્સ ટ્રેડિંગ વ્યૂહ માટેનાં પાવરફુલ ટૂલ્સ આ એક્સચેન્જમાં ઉપલબ્ધ છે. 30થી અધિક સ્ટોક એક્સચેન્જીસમાં ટ્રેડ ઓપ્શન્સ ઉપલબ્ધ છે. મોબાઈલ ફોન દ્વારા ઓપ્શન ટ્રેડિંગ કરી શકાય છે એટલું જ નહિ ઓપ્શન્સ ટ્રેડિંગ માટેના એડવાન્સ્ડ ટૂલ્સ પણ મોબાઈલ પર ઉપલબ્ધ થાય છે.

વ્યાવસાયિક ટૂલ્સ સાથે વિશ્વનાં 30થી અધિક સ્ટોક એક્સચેન્જમાં ફ્યુચર્સનું ટ્રેડિંગ કરવાની સુવિધા ગ્લોબલ એક્સેસ પૂરી પાડે છે. એલએમઈ કોપર અને કોમેક્સ કોપરના આર્બિટ્રેજના સોદા કરવા હોય તો તે પણ તમે કરી શકો છો.

૪૦ હજારથી વધુ મ્યુચ્યુઅલ ફંડ્સ

મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ગ્લોબલ એક્સેસ મારફત તમે વિશ્વનાં 40,000થી અધિક મ્યુચ્યુઅલ ફંડ્સની યોજનાઓમાં રોકાણ કરી શકો છો અને મ્યુચ્યુઅલ ફંડ્સની પસંદગી કરવા માટે જે ટૂલ્સ જોઈએ તે નિઃશુલ્ક પૂરાં પાડવામાં આવે છે. અહીં કસ્ટડી ફી પણ નથી.

ગ્લોબલ એક્સેસ મારફત તમે ગ્લોબલ ફિક્સ્ડ ઈન્કમ સિક્યુરિટીઝમાં રોકાણ કરી શકો છો. એવાં 10 લાખથી અધિક ફંડ્સ છે, જેમાંથી તમે પસંદગી કરી શકો છો. ઈન્ડિપેન્ડન્ટ હેજ ફંડ્સની કામગીરીના ડેટા પણ અહીં ઉપલબ્ધ થાય છે. બોન્ડ્સ પરના વળતરની તુલનાત્મક સમીક્ષા માટેનાં ટૂલ્સ પણ છે, જેના દ્વારા તમે બોન્ડ્સની પસંદગી કરી શકો છો. હેજ ફંડ્સમાં રોકાણ કરવાની તકો અહીં તમે અજમાવી શકો છો. તમે હેજ ફંડ્સનો સીધો સંપર્ક કરી તમને જોઈતા ડેટા પ્રાપ્ત કરી શકો છો.

આટલું જાણ્યા પછી તમારા મનમાં ઘણા સવાલ ઉપસ્થિત થયા હશે, જેમ કે ખાતું ખોલવા માટે શું કરવું, રૂપિયા કેવી રીતે ટ્રાન્સફર કરવા, ખાતું કોણ ખોલાવી શકે, વગેરે. તમારે જે કોઈ અતિરિક્ત માહિતી જોઈતી હોય એ તમે નીચે જણાવેલી લિન્ક પરથી પ્રાપ્ત કરી શકો છો.

https://www.indiainxga.com/static/marketoperations/userguide.aspx