આઇસી15 ઇન્ડેક્સ 1,125 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ સ્ટોક માર્કેટની રાહે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોને ફરીથી અમેરિકામાં મંદી આવવાની શક્યતાને લઈને ભીતિ જોવા મળી રહી છે. અમેરિકન ટ્રેઝરીઝ તથા સલામત ગણાતી એસેટ્સના ભાવમાં વૃદ્ધિ થવાને પગલે રોકાણકારો સાવચેત થઈ ગયા છે.

અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ, એસએન્ડપી 500 અને નાસ્દાક 100 ઇન્ડેક્સના ફ્યુચર્સમાં અનુક્રમે 0.85 ટકા, 0.95 ટકા અને 0.95 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં4.02 ટકા (1,125 પોઇન્ટ)ના ઘટાડા સાથે 26,799 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,924 ખૂલીને 28,680 સુધીની ઉપલી અને 26,174 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. શિબા ઇનુને બાદ કરતાં આ ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન્સમાં ઘટાડો નોંધાયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
27,924 પોઇન્ટ 28,680 પોઇન્ટ 26,174 પોઇન્ટ 26,799 પોઇન્ટ

ડેટાનો સમયઃ 22-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)