નવી દિલ્હીઃ સરકારે UPI એપ્સના માર્કેટ શેર પર 30 ટકાની મર્યાદા મૂકી છે, જેનું પાલન કરવા માટે આ એપ્સને જાન્યુઆરી, 2023નો સમય આપવામાં આવ્યો હતો, પણ આ નિયમ લાગુ કરવામાં મોટી UPI એપ્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતા છે. જેથી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIને સમયમર્યાદા વધારવા માટે કહેવામાં આવ્યું છે. ફોન પે, ગૂગલ પેની દર મહિને ડિજિટલ પેમેન્ટ નેટવર્ક પર સરેરાશ આશરે 80 ટકા હિસ્સો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NPCIના ડેટા મુજબ ફોનપેએ ઓગસ્ટમાં 3.14 અબજ UPI ટ્રાન્ઝેક્શન કર્યા છે, જ્યારે એનાથી 48 ટકા બજારહિસ્સો છે, જ્યારે ગૂગલ પેએ 34 ટકા હિસ્સા માટે 2.2 અબજના વ્યવહારો નોંધ્યા છે.
ગૂગલ પેના એક પ્રવક્તાએ કહ્યું હતું કે UPIમાં હસ્તક્ષેપથી ગ્રોથ અને ઇનોવેશનને સીમિત કરવા જોઈએ, જે માર્કેટ કેપ કરી શકે છે. વોટ્સએપ પેના ઓગસ્ટમાં UPI માર્કેટ 6.72 મિલિયન વ્યવહારોની સાથે એક ટકાથી ઓછા રહ્યા હતા. જોકે જૂનમાં વોટ્સએપ પેએ સતત કેશબેક ઓફર કર્યા હતા. ટાટા ગ્રુપની સુપર એપ ટાટા ન્યુએ પણ આ વર્ષે UPIમાં પ્રવેશ કર્યો હતો. ઓગસ્ટમાં UPI વ્યવહારો છ અબજ રહ્યા છે.
બીજી બાજુ, સ્વિગી અને ઝોમેટો UPIમાં છર્ડ પાર્ટી પેમેન્ટ એપના રૂપમાં પ્રવેશવાનું વિચારી રહી છે. ડિજિટલ કોમર્સ માટે ઓપન નેટવર્ક એટલે કે ONDC બે સપ્તાહમાં એક ડિસ્પ્યુટ રિઝોલ્યુશન માટે એક ફ્રેમવર્ક ડ્રાફ્ટ જાહેર કરશે.