ન્યુ યોર્કઃ અમેરિકી ઓટો સેફ્ટી તપાસકર્તાએ આશરે બે ડઝન ઓટોઉત્પાદકો દ્વારા ખામીયુક્ત ટાકાટા (Takata) એર બેગ ઇન્ફ્લેટર્સની સાથે ત્રણ કરોડ વાહનોની એક નવી તપાસ શરૂ કરી છે, જે સુરક્ષા માટે બહુ જોખમી છે, એવું એક સરકારી દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું હતું. જે વાહનોની તપાસ થશે, એમાં ફોર્ડ, ટેસ્લાથી માંડીને ટાટા (જગુઆર એન્ડ લેન્ડ રોવર) સુધી આશરે બે ડઝન કંપનીઓનાં વાહનો સામેલ છે. આ ત્રણ કરોડ એરબેગ સિસ્ટમને રિકોલ કરવામાં આવે એવી શક્યતા છે, એટલે કે તપાસ માટે પરત મગાવવામાં આવી શકે છે.
અમેરિકાના નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન (NHTSA)એ શુક્રવારે આશરે ત્રણ કરોડ વાહનોનું એન્જિનિયરિંગ વિશ્લેષણ શરૂ કર્યું છે. જોકે ઓટો ઉત્પાદકોને તપાસ માટે સતર્ક કરવામાં આવ્યા છે, પણ જે હજી સુધી જાહેર નથી કર્યું.
નવી તપાસમાં હોન્ડા મોટર કંપની, ફોર્ડ મોટર કં. ટોયોટા મોટર કોર્પ., જનરલ મોટર્સ, નિસાન મોટર, સુબારુ, ટેસ્લા, ફેરારી એનવી, મઝદા, ડેમલર AG, BMW ક્રિસલર અને જગુઆર એન્ડ લેન્ડ રોવર (ટાટા મોટર્સ) સહિત અન્ય ઉત્પાદકો દ્વારા એસેમ્બલ કરવામાં આવેલાં વાહનો સામેલ છે.
જોકે એ સ્પષ્ટ નથી કે બદી એરબેગોને પરત મગાવાશે કે નહીં. તેમના વાહનમાલિકોના ઘરે જઈને તપાસ કરવામાં આવી શકે છે. જોકે ઓટો કંપનીઓએ આ બાબતે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, પણ અમેરિકી NHTSA દ્વારા એ વિશે કોઈ જાહેર એલાન પછી કંપનીઓ એના પર નિવેદન કરશે.
આ બધાં વાહનોમાં 6.7 કરોડથી વધુ ટકાટા કંપનીની એરબેગ ઇન્પ્લેટર લગાવવામાં આવ્યાં છે. એ કંપનીના આશરે 10 કરોડ એરબેગ વિસ્વના અન્ય દેશોનાં વાહનોમાં પણ લગાવવામાં આવ્યા છે. વાસ્તવમાં એમાં કેટલાક એવા દુર્લભ કેસો માલૂમ પડ્યા છે કે અકસ્માત સમયે એરબેગ ઇન્ફ્લેટર એક ઘાતક મેટલ ફ્રેગમેન્ટ ફેલાવી શકે છે. આ ઇન્ફ્લેટરને લીધે આશરે 28 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જેમાં 19નાં મોત અમેરિકામાં જ થયાં છે.