Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?…
  • News
  • Business

સંપત્તિનો અસલી હકદાર કોણ નોમિની કે ઉત્તરાધિકારી? જાણો?…

September 20, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ લોકો વારંવાર નોમિની અને ઉત્તરાધિકારીને એક જ સમજી લે છે, ખરેખર તે બંનેના અર્થ જ નહીં, અધિકાર પણ અલગ-અલગ છે. નોમિની કોઈ પણ ચલ-અચલ સંપત્તિનો માલિક નથી હોતો. તે માત્ર તમારા પૈસાની સલામતી રાખનાર હોય છે. બીજી બાજુ કાનૂની ઉત્તરાધિકારી તે હોય છે, જે વ્યક્તિના નિધન પર તેની સંપત્તિ પ્રાપ્ત કરવા માટે સત્તાવાર રૂપે હકદાર છે, એમ વિશ્લેષકોનું માનવું છે.

    કોઈ વીમા કંપનીની પોલિસીમાં નોમિની હોય કે બેન્ક ખાતામાં, પણ નોમિની હોવું માલિકીનો હક નથી આપતું. જો ખાતાધારકે કોઈને નોમિની બનાવ્યા છે અથવા વીમા પોલિસીમાં વીમાધારકે કોઈને નોમિની બનાવ્યા છે તો તે નોમિની માત્ર લેવડદેવડ પૂરતા સીમિત છે. જો બેન્ક અકાઉન્ટહોલ્ડરે કોઈ વસિયતનામું નથી બનાવ્યું અથવા વીમાધારકનું કોઈ વસિયત નથી તો રકમ તમામ કાયદાકીય વારસામાં બરાબર વહેંચાશે.

    મિલકતના માલિકના મૃત્યુ પછી તેના સંબંધીઓને સંપત્તિ સોંપવામાં આવે છે. જન્મ ગ્રહણ કરવાની સાથે પૈતૃક સંપત્તિ પર ઉત્તરાધિકાર પ્રાપ્ત થાય છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 મુજબ પુત્ર, પુત્રી, વિધવા, માતા ક્લાસ-1 ઉત્તરાધિકારીમાં આવે છે, જ્યારે પિતા, પુત્ર અને પુત્રીનો પુત્ર-પુત્રી, ભાઈ, બહેન ભાઈ અને બહેનનાં સંતાનો ક્લાસ-2માં આવે છે. જો મૃતક મુસ્લિમ છે તો શરિયત કાનૂન 1937ના હિસાબે સંપત્તિનો વારસ નક્કી થશે. ક્રિશ્ચિયનને મામલે વારસ સામાન્ય રીતે ભારતી ઉત્તરાધિકાર અધિનિયમ 1925 હેઠળ નક્કી થાય છે. જેના હેઠળ પતિ, પત્ની, પુત્ર અને પુત્રીઓને વારસદાર માનવામાં આવશે.

    વિશ્લેષકો મુજબ જોકોઈ સંપત્તિનું વસિયત ન બનાવ્યું હોય તો તેનો નોમિની બેન્ક અકાઉન્ટમાંથી નાણાં કાઢી શકે છે, પણ તેના ઉત્તરાધિકારીનો બધાં નાણાં પર બરાબર દાવો હશે અને જો ક્લાસ-1 ઉત્તરાધિકારીઓમાંથી કોઈ નહીં હોય તો ક્લાસ-બે ઉત્તરાધિકારીઓમાં બરાબર ભાગે મિલકત વહેંચાશે.

     

     

     

    • TAGS
    • assets
    • Bank Account
    • Inheritor
    • Insurance Policy
    • Nominee
    • property
    • Wealth
    • Will
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleન્યૂઝીલેન્ડ, શ્રીલંકાની ટીમ ભારત આવશે, 4-ટેસ્ટમેચ રમશે
      Next articleપોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનો જામીન પર છુટકારો
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      અદાણી જૂથ કામદારોના કલ્યાણ માટે મુન્દ્રામાં બનાવશે ક્લાઉડ કિચન

      EDએ ઇકબાલ મિર્ચીની 700 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

      EDએ અનિલ અંબાણી ગ્રુપની રૂ. 3034 કરોડની સંપત્તિ જપ્ત કરી

      Recent Posts

      • બંગાળમાં કોનો થશે રાજ્યાભિષેક? મતગણતરી માટે અભેદ્ય કિલ્લેબંધી
      • ગરમી વચ્ચે વાવાઝોડાનું સંકટ: હવામાન વિભાગનું એલર્ટ
      • આજે 5 રાજ્યોના મહાસંગ્રામનો ફેંસલો
      • IPL 2026 : પંજાબ કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સની શાનદાર જીત
      • કૈલાશ માનસરોવર યાત્રા પર રાજકીય ગરમાવો

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa