એક-માસમાં 50% ઘટવા છતાં આ શેરમાં એક-વર્ષમાં 2000% વળતર

અમદાવાદઃ ભારતીય શેરબજારો દિન-પ્રતિદિન નવી ઊંચી સપાટી સર કરી રહ્યા છે. આ તેજીનો લાભ લેવા પ્રાઇમરી બજારમાં પણ ઇશ્યુઓ આવી રહ્યા છે. શેરબજારોની આગઝરતી તેજીમાં BSE SMEના કેટલાય શેરો મલ્ટિબેગર સાબિત થઈ રહ્યા છે. આવો જ એક શેર છે ગીતા રિન્યુએબલ એનર્જીનો. છેલ્લા એક મહિનામાં આ શેરમાં ભારે વેચવાલીનું દબાણ, જેથી આ શેર 52 સપ્તાહની ઊંચાઈએથી રૂ. 300થી ઘટીને રૂ. 120.15 પર આવી ગયો છે, પરંતુ આ ઘટાડા છતાં એનર્જી ક્ષેત્રનો આ શેર 2021માં મલ્ટિબેગર બનેલો છે. છેલ્લા છ મહિનામાં ગીતા રિન્યુએબલ એનર્જીના શેરોએ 665 ટકા વળતર આપ્યું છે. એ દરમ્યાન આ શેર રૂ. 15.70થી વધીને રૂ. 120.15 થઈ ગયો હતો. આ શેરે એક વર્ષમાં રોકાણકારોને 2000 ટકા વળતર આપ્યું છે. ગીતા રિન્યુએબલ એનર્જીના શેરોએ આ વર્ષે અત્યાર સુધી 1600 ટકા રિટર્ન આપ્યું છે. જોકે છેલ્લા વખતથી પ્રોફિટ બુકિંગને કારણે આ શેરમાં લોઅર સર્કિટ લાગી છે.

જો તમે ત્રણ મહિના પહેલાં ગીતા રિન્યુએબલ એનર્જીના શેરોમાં  રૂ. એક લાખનું મૂડીરોકાણ કર્યું હતો તો તમને રૂ. 2.27 લાખનું વળતર મળ્યું હોત. જો તમે છ મહિના પહેલાં રૂ. એક લાખનું મૂડીરોકાણ કર્યું હોત તો તમારા એક લાખના રૂ. 7.65 લાખ થઈ ગયા હોત. હાલ આ શેર રૂ. 97.90ની સપાટીએ બંધ આવ્યો છે.