સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 12,000ની ઉપર

અમદાવાદઃ વૈશ્વિક માર્કેટોના મિશ્ર સંકેતો અને વીકલી એક્સપાયરીના દિવસે સ્થાનિક બજારમાં સુસ્ત વાતાવરણ રહ્યું હતું. સેન્સેક્સ 153 પોઇન્ટ તૂટીને 41,170ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 12,080.85ના મથાળે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઇન્ડેક્સ 12,000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન આઇટી, ઓઇલ-ગેસ, એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી થઈ હતી.

નિફ્ટી 50 ઇન્ડેક્સના છ ઇન્ડેક્સમાં તેજી રહી હતી, જ્યારે પાંચ ઇન્ડેક્સ ઘટ્યા હતા. ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ હતું. હેવી વેઇટ શેરો રિલાયન્સ અને ટીસીએસમાં નફારૂપી વેચવાલીથી એક ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે તાતા સ્ટીલ અને એસબીઆઇમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી.

વૈશ્વિક માર્કેટમાં ડાઉ જોન્સ 115 પોઇન્ટ વધ્યો હતો અનમે એસ એન્ડ પી 500 અને નેસ્ડેક નવા શિખરે બંદ રહ્યા હતા. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ જોવા મળ્યાં હતાં. ક્રૂડમાં રોશનેફ્ટની પર અમેરિકાએ પ્રતિબંધ મૂકતાં સપ્લાય ઘટવાની આશંકા હતા. વળી ચીનમાં કોરોના વાઇરસના નવા કેસમાં ઘટાડો થતાં ક્રૂડની માગમાં વધારો થવાની શક્યતા છે. જેથી ક્રૂડમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 59 ડોલર હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]