સ્ટાર્ટઅપથી લઈને દેશની નંબર વન આઈટી કંપની સુધીની સફર

ણી ઓછી એવી કંપનીઓ હશે, જ્યાં કર્મચારીઓ તેમના કામ અને મેનેજમેન્ટને લઈને ખુશ હોય. આમાંથી એક છે દેશની નંબર વન આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે, ટીસીએસ. ટીસીએસને Fortune Best Big Companies to Work ની યાદીમાં 2020માં કામ કરવાની દ્રષ્ટીએ સારી કંપનીઓમાં સ્થાન પામી છે.

સર્વે અનુસાર કંપનીના 80 ટકા લોકોએ વર્ક અને લાઈફમાં બેલેન્સ હોવાની વાત કહી છે. આ ઉપરાંત 72 ટકા લોકોએ કંપનીને કામ કરવા માટે એકદમ સારી જગ્યા ગણાવી છે. 2018માં કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને પાછળ રાખીને માર્કેટ કેપિટલાઈઝેશન મામલે નંબર વન પોઝિશન મેળવી હતી. જોકે અત્યારે કંપની આ મામલે બીજા નંબર પર છે. આવો જાણીએ ટાટા ગ્રુપની આ શાનદાર કંપનીની કેવી રીતે થઈ શરુઆત અને કેવી રહી અત્યાર સુધીની સફર…

-ટીસીએસનો પાયો 1968 માં નખાયો હતો. ટાટા ગ્રુપે સ્ટાર્ટઅપ તરીકે આ કંપનીની શરુઆત કરી અને શાનદાર ટેક્નોક્રેટ એફસી કોહલીને જનરલ મેનેજર તરીકે જવાબદારી સોંપી હતી, જે અગાઉ ટાટા ઇલેક્ટ્રિકમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા.

ત્યારપછી 1970ના દાયકો આવ્યો કે જ્યારે કંપનીને સરકાર તરફથી સોફ્ટવેર ડિઝાઇનનું કામ મળ્યું. આમાં શેર રજિસ્ટ્રી વર્ક, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટિંગ જેવા કામો શામેલ છે. 1971માં, કંપનીને દેશની બહાર પ્રથમ વખત વર્ક ઓર્ડર મળ્યો. મિડલ ઇસ્ટર્ન પાવર જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની દ્વારા ટીસીએસને તેના સ્ટોર્સ અને કમ્પ્યુટરરાઇઝ્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી.

બસ આ જ હતો ટર્નિંગ પોઈન્ટ ત્યાર પછી કંપનીએ કદી પાછળ ફરીને ન જોયું. ટીસીએસ સતત ગ્રોથ કરવા લાગી અને 1974માં, કંપનીને યુકેની બે બિલ્ડિંગ સોસાયટીઓ માટે નાણાકીય હિસાબના કામનો કોન્ટ્રાક્ટ મળ્યો. આ કામમાં દિગ્ગજ ચાર્ટર એસ.મહાલિંગમની મહત્વની ભૂમિકા હતી. કંપની દ્વારા 6 લોકોને આ કામની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાંથી 4 લોકો બ્રિટન ગયા હતા અને બાકીના 2 લોકો મુંબઇથી કામ કરતા હતા. તેમણે 38 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું અને સીએફઓ તરીકે પણ રહ્યા.

– 1976નું વર્ષ કંપની માટે એક સીમાચિહ્નરૂપ હતો, જ્યારે તેણે નિકાસ દ્વારા  1 મિલિયન ડોલરની આવક મેળવી હતી. ત્યારબાદ 1979માં કંપનીએ દેશની બહારની ન્યુ યોર્કમાં પ્રથમ ઓફિસ ખોલી. – ટીસીએસએ ભારતમાં તકનીકી ક્રાંતિને આગળ કેવી રીતે આગળ ધપાવી તેનું ઉદાહરણ એ પણ છે કે 1992માં નેશનલ સ્ટોક એક્સચેંજની શરૂઆત થઈ ત્યારે ટીસીએસએ તેનું ટ્રેડિંગ પ્લેટફોર્મ તૈયાર કરવાનું કામ કર્યું.

2001માં  ટીસીએસને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 13,000 શાખાઓ અને 7 અન્ય સહયોગી બેંકોનું કોર બેંકિંગ સોલ્યુશનનો કોન્ટ્રાક્ટ મળ્યો. એ ભારતનો સૌથી મોટો બેંકિંગ સોફ્ટવેર પ્રોજેક્ટ હતો. ત્યારબાદ કંપનીએ 2002માં ચીન સુધી તેની કામગીરીનો વિસ્તાર કર્યો. 2004માં, જ્યારે ટીસીએસએ બીએસઈ અને એનએસઇ પર પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો, ત્યારે તેણે શેર બજારમાં ધૂમ મચાવી દીધી હતી. 850 રૂપિયા પ્રતિ શેર સાથે એસ સમયે ટીસીએસનો સૌથી ઉંચો શેર હતો.

– 2012માં  કંપનીએ 10 અબજ ડોલરની આવકને પાર કરી લીધી. આ ટીસીએસની અત્યાર સુધીની સફરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. 2018માં કંપનીએ તેના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. કંપની હાલમાં 46 દેશોમાં 149 સ્થળોએ કાર્યરત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]