મુંબઈઃ ક્રીપ્ટો માર્કેટમાં સોમવારે બિટકોઇન અમેરિકાના સ્ટોક ફ્યુચર્સની જેમ વધ્યો હતો. પાંચ ટકાની વૃદ્ધિ સાથે બિટકોઇનનો ભાવ 20,558 ડોલરની નજીક ચાલી રહ્યો હતો. ઈથેરિયમમાં 9 ટકાની વૃદ્ધિ થઈને ભાવ 1,145 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે.
સોમવારના અંદાજ મુજબ એસએન્ડપી500 અને નાસ્દાક 100 ઇન્ડેક્સના ફ્યુચર્સમાં 0.60-0.60 ટકાનો વધારો થયો છે. જોકે, હાલમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં થયેલો ઘટાડો ફેડરલ રિઝર્વે વ્યાજદર બાબતે અપનાવેલા વલણને આભારી છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 5.03 ટકા (1,292 પોઇન્ટ) વધીને 26,965 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,673 ખૂલીને 27,420 સુધીની ઉપલી અને 25,049 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,673 પોઇન્ટ | 27,420 પોઇન્ટ | 25,049 પોઇન્ટ | 26,965 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 20-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |