મુંબઈઃ મેક્રોઈકોનોમિક સ્થિતિને લગતી અનિશ્ચિતતાને કારણે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બીજી બાજુ, ડિફોલ્ટરને કારણે અનેક ડિજિટલ એસેટ કંપનીઓએ કામકાજ અટકાવી દીધું છે. તેની અસર તળે બિટકોઇન હજી પણ 20,000 ડોલરની સપાટીની નીચે રહ્યો છે.
અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સ પણ ઘટ્યા હતા. રોકાણકારોને વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ નબળી રહેવાના સંકેતો મળ્યા છે. ફુગાવો વધી રહ્યો છે અને મંદીના જોખમની સાથે સાથે ભૂરાજકીય તંગદિલીને કારણે રોકાણકારો વધુ જોખમ લેવા તૈયાર નથી.
દરમિયાન, સિંગાપોરમાં મુખ્યમથક ધરાવતા ક્રીપ્ટો લેન્ડિંગ સ્ટાર્ટઅપ – વોલ્ટે સોમવારે ઉપાડ તથા ટ્રેડિંગ અને ડિપોઝિટ અટકાવી દીધાં છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.83 ટકા (468 પોઇન્ટ) વધીને 25,956 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 25,487 ખૂલીને 26,147 સુધીની ઉપલી અને 25,205 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
25,487 પોઇન્ટ | 26,147 પોઇન્ટ | 25,205 પોઇન્ટ | 25,956 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 4-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |