આઇસી15 ઇન્ડેક્સ 1,962 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં અંડરકરંટ ઘટાડાનો હોવા છતાં શુક્રવારે આશરે પાંચેક ટકાનો ઉછાળો આવ્યો હતો. રોકાણકારોએ સ્ટોક માર્કેટના ઘસારા વચ્ચે ક્રીપ્ટોમાં રોકાણ વધાર્યું હતું.

એસએન્ડપી 500 ઇન્ડેક્સ મંદી તરફ વધી રહ્યો છે એવા સમયે અમેરિકામાં બોન્ડની ઊપજમાં સાધારણ ઘટાડો થયો હતો. અમેરિકન અર્થતંત્રની મંદીને લગતી આશંકા હજી પણ એટલી જ તીવ્ર છે. જોકે, એસએન્ડપી 500 અને નાસ્દાકની સાથે સંકળાયેલા ફ્યુચર્સમાં અનુક્રમે 1 ટકો અને 1.6 ટકાનો ઉછાળો આવ્યો હોવાથી બજાર ઉંચે ખૂલવાની ધારણા છે.

ક્રીપ્ટોકરન્સી માર્કેટના નિષ્ણાતોનું કહેવું છે કે રોકાણકારો મજબૂત ટ્રેક રેકર્ડ ધરાવતા કોઇનની ખરીદી કરે એવી શક્યતા છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર એક્સચેન્જોમાં 257 મિલ્યન ડોલર મૂલ્યનાં ફ્યુચર્સનાં ઓળિયાંનું લિક્વિડેશન થયું હતું.

બિટકોઇન પાછલા ચોવીસ કલાકમાં ચારેક ટકા વધીને 30,100 ડોલરની નજીક પહોંચ્યો છે. એ જ રીતે ઈથેરિયમમાં પાંચ ટકાના વધારા સાથે ભાવ 2,000 ડોલરની નજીક ચાલી રહ્યો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.90 ટકા (1,962 પોઇન્ટ) વધીને 41,235 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,273 ખૂલીને 41,803 સુધીની ઉપલી અને 39,155 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
39,273 પોઇન્ટ 41,803 પોઇન્ટ 39,155 પોઇન્ટ 41,235 પોઇન્ટ

ડેટાનો સમયઃ 20-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]