આઇસી15 ઇન્ડેક્સ 1,005 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ફેડરલ રિઝર્વની બુધવારે મળનારી બેઠક પહેલાં રોકાણકારોએ વધુ વળતર માટે સ્ટોક્સ જેવી વધુ જોખમ ધરાવતી એસેટમાં રોકાણ કરવા તરફ ધ્યાન આપ્યું છે. અમેરિકન બોન્ડની ઊપજ દાયકાની ઉપલી સપાટીએ પહોંચી ગઈ છે. આ સંજોગોમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ વૃદ્ધિ થઈ હતી. બિટકોઇન 19,000 ડોલરની સપાટી વટાવી ગયો હતો.

સોમવારે અમેરિકન ઈક્વિટી માર્કેટમાં નીચા ભાવે ખરીદી જામી હતી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ, એસએન્ડપી 500 અને નાસ્દાક એ ત્રણે ઇન્ડેક્સમાં અનુક્રમે 0.64 ટકા, 0.69 ટકા અને 0.76 ટકાનો વધારો થયો હતો.

ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારે કરશે એવું લગભગ તમામ રોકાણકારોએ ધારી લીધું છે. ફેડરલ ફંડ્સ ફ્યુચર્સ સૂચવે છે કે કેન્દ્રીય બેન્ક વર્ષ 2023ના પ્રારંભિક સમય સુધીમાં મુખ્ય વ્યાજદર વધારીને 4.4 ટકા કરી દેશે. હાલ એની રેન્જ 2.25થી 2.5 ટકાની છે. ફુગાવાને કાબૂમાં રાખવા માટે આ વૃદ્ધિ થવાની ધારણા છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.76 ટકા (1,005 પોઇન્ટ) વધીને 27,701 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,694 ખૂલીને 28,315 પોઇન્ટની ઉપલી અને 26,672 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
26,694 પોઇન્ટ 28,315 પોઇન્ટ 26,672 પોઇન્ટ 27,701 પોઇન્ટ

ડેટાનો સમયઃ 20-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)