મુંબઈઃ વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટનું કેપિટલાઇઝેશન ફરી એક વખત બે ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું છે. સંસ્થાકીય રોકાણકારો હવે ક્રિપ્ટોકરન્સીમાં વધુ પ્રમાણમાં સહભાગી થશે તેવી ધારણાએ બજાર વધ્યું છે.
ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી રહ્યું છે એવા સમયે બોન્ડના રોકાણકારો ધીમે પોતાના નાણાં ક્રિપ્ટોકરન્સી તરફ વાળી રહ્યા છે. અનેક અગ્રણી બેન્કોએ જાહેર કર્યું છે કે એમના રોકાણકારો ધીમે-ધીમે ક્રિપ્ટોકરન્સીને લગતી સેવાઓ લઈ રહ્યા છે.
બીટકોઇન 44,400 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે અને ઇથેરિયમનો ભાવ 3100 ડોલરની આસપાસ છે.
ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ચાર પોઇન્ટ ઘટીને 64,589 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 64,593 ખૂલીને 65,746 સુધીની ઉપલી અને 63,695 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
64,593 પોઇન્ટ | 65,746 પોઇન્ટ | 63,695 પોઇન્ટ | 64,589 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 26-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
