આઇસી15 ઇન્ડેક્સ 932 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાને લીધે તથા અમેરિકામાં સ્ટોક ફ્યુચર્સમાં થયેલા ઘટાડાને પગલે સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. બિટકોઇન 20,500 ડોલરની આસપાસ રહ્યો હતો.

એસએન્ડપી 500 સાથે સંકળાયેલા ફ્યુચર્સના ભાવમાં 0.7 ટકાનો તથા નાસ્દાકના ફ્યુચર્સમાં 0.9 ટકાનો ઘટાડો થયો હતો. આના પરથી જોઈ શકાય છે કે ક્રીપ્ટોકરન્સીમાં પણ સ્ટોક માર્કેટનું અનુકરણ થઈ રહ્યું છે.

ગયા સપ્તાહે અમેરિકામાં રોજગારીના આંકડા સદ્ધરતા દર્શાવે છે. આથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનુ ચાલુ રાખશે એવો અંદાજ છે. ક્રીપ્ટો માર્કેટના આંકડાઓ દર્શાવે છે કે ખરીદદારી લાંબી ચાલી શકી નથી. એક્સચેન્જોમાં 117 મિલ્યન ડોલરના ફ્યુચર્સનાં ઓળિયાં સુલટાવી દેવાયાં હતાં, જે તેજીના સોદાઓના 80 ટકા થાય છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 3.29 ટકા (932 પોઇન્ટ) ઘટીને 27,394 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 28,326 ખૂલીને 28,364 સુધીની ઉપલી અને 27,094 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
28,326 પોઇન્ટ 28,364 પોઇન્ટ 27,094 પોઇન્ટ 27,394 પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)