મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નરમાશ હતી. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી ડોઝકોઇન, શિબા ઇનુ અને અવાલાંશમાં 8થી 13 ટકાનો ઘટાડો થયો હતો. લાઇટકોઇન 5 ટકા વધ્યો હતો. માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલર કરતાં વધારે હતું.
ભારતીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ક્રીપ્ટો એસેટ્સનું નિયમન કરવું એ સરકારની પ્રાથમિકતા હોવાનું કહ્યું છે. તમામ દેશો ક્રીપ્ટોનું નિયમન કરે એ માટે ભારતે આઇએમએફ, એફએસબી તથા ઓઈસીડી સંસ્થાઓ સાથે સહયોગ સાધવાની જરૂર હોવાનું પણ એમણે કહ્યું હતું.
દરમિયાન, ફ્રાન્સ, સ્વિટઝરલૅન્ડ અને સિંગાપોર ફોરેક્સ માર્કેટમાં ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સનું ટેસ્ટિંગ કરવાના છે. સ્ટેબલકોઇનના ઇસ્યૂઅર સર્કલ અને પેક્સોસને સિંગાપોરમાં મંજૂરી મળી ગઈ છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.44 ટકા (766 પોઇન્ટ) ઘટીને 30,642 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,408 ખૂલીને 31,506ની ઉપલી અને 30,524 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
31,408 પોઇન્ટ | 31,506 પોઇન્ટ | 30,524 પોઇન્ટ | 30,642 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 2-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |