નવી દિલ્હીઃ સરકાર કાયદાને અંતર્ગત પ્લાસ્ટિક ઉદ્યોગને કોવિડ-19ના પ્રતિકૂળ પ્રભાવથી બચાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કરશે, એમ કેન્દ્રના રાજ્ય કક્ષાના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું છે. માંડવિયા પ્લાસ્ટિક ઉદ્યોગ પર કોવિડ-19ના પ્રભાવ અને અસરો પરના વિષય પર કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, CIPET અને પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગથી ફિક્કી (FICCI) દ્વારા આયોજિત વેબિનારને સંબોધિત કરી રહ્યા હતા.
પાંચ લાખ ડોલરના અર્થતંત્રના વિઝનને સાકાર કરવા માટે મહત્ત્વનું ક્ષેત્ર
માંડવિયાએ કહ્યું હતું કે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર વડા પ્રધાન મોદીના પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના વિઝનને સાકાર કરવા માટે મહત્ત્વનું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર ઔદ્યોગિક વિકાસનો મુખ્ય આધાર છે અને અનેક ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગો માટેના બ્લોક્સ પ્રદાન કરે છે. આ ઉપરાંત એ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે.
ઉત્પાદનો ફ્રન્ટલાઇન યોદ્ધાઓના જીવન બચાવવા માટે હાલ ખૂબ જરૂરી
તેમણે કહ્યું હતું કે ભારતીય પ્લાસ્ટિક ઉદ્યોગે વિશ્વમાં પર્યાવરણને ટકાઉ, નવા અને સ્પર્ધાત્મક બનવા માટે આગળના પડકારોનો સ્વીકાર કરવો પડશે. આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિક ઉદ્યોગ આપણી જરૂરિયાતના એક કલાકમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે, કેમ કે એનાં ઉત્પાદનો ફ્રન્ટલાઇન યોદ્ધાઓના જીવન બચાવવા માટે હાલ ખૂબ જરૂરી છે.
કોવિડ-19ના રોગચાળાનો પ્રકોપથી બચવા પ્લાસ્ટિકનો વપરાશ જરૂરી
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ જ્યાં સુધી કોવિડ-19ના રોગચાળાનો પ્રકોપ રહેશે ત્યાં સુધી એનાથી બચવા માટે પ્રતિ માસે આપણને 8.9 કરોડ મેડિકલ માસ્ક, 7.6કરોડ ગ્લવ્ઝ અને 16 લાખ ગોગલ્સની જરૂર પડશે. જેથી ભારતને કોરોના વાઇરસથી મુક્ત કરવા માટે આ ઉદ્યોગ સામે સતત વધી રહેલા પડકારોને પહોંચી વળવું પડશે. અમે આંતરિક અડચણો ઊભી કરીને અથવા સ્પર્ધાત્મકતાને અસંતુલિત કરીને સ્થાનિક બજારને ખતમ કરવા નથી ઇચ્છતા, પરંતુ એકસાથે શક્તિથી રાષ્ટ્રનું નિર્માણ કરવા માગીએ છીએ.
પ્લાસ્ટિક ઉદ્યોગનું દેશનાં વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વનું યોગદાન
આ વેબિનારને સંબોધન કરતાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના સચિવ રાજેશકુમાર ચતુર્વેદીએ કહ્યું હતું કે આ રોગચાળાએ આપણને પ્લાસ્ટિકની સાચી જરૂરિયાત જણાવી છે. આ કોવિડ-19ના રોગચાળા દરમ્યાન એનું મહત્ત્વ અનેક ગણું વધ્યું છે. આ રોગચાળા દરમ્યાન N95 માસ્ક, ગ્લવ્ઝ, ગોગલ્સ શૂ કવર- આ બધાં ઉત્પાદનો પોલિપ્રોપિલિન-પ્લાસ્ટિક્સના બનેલાં છે. તેમણે કહ્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગ દેશનાં વિવિધ ક્ષેત્રો જેવાં કે ઓટોમોટિવ, કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિક્સ, હેલ્થકેર, ટેક્સટાઇલ્સ અને FMCG ક્ષેત્રના આર્થિક વિકાકસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યો છે.
આ વેબિનારમાં કાશિનાથ ઝા-સંયુક્ત સચિવ (પેટ્રોકેમિકલ્સ), પ્રોફેસર એસ. કે. નાયક- ડિકેક્ટર જનરલ, સિપેટ (CIPIET) અને સરપકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.